________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે તેમનાં દુઃખથી દુઃખી થયેલા ભીમસેને દેવદશર્માને પૂછયું “આ તમારું કુટુંબ શોકથી વિકલ કેમ થયું છે?” દેવશર્મા પિતાના લલાટપર હાથ મૂકી, દૈવ ઉપર નિઃસાસા મૂકતો “આ મારા કમનશીબથી થયેલું છે ? એમ રૂદન કરીને કહેવા લાગે. વળી બોલ્યા “હે મહાભાગ વિપ્ર ! આ મારી અકસ્માત પ્રાપ્ત થયેલી વિટંબનાને શરણ વગરને હું શું કહું? તથાપિ હે વત્સલ! સાંભલે-પૂર્વ બક નામના એક ભયંકર રાક્ષસે કઈ કૂરવિદ્યા સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી આ નગરની ઉપર સંહાર કરવા માટે આકાશમાં એક શિલા લટકાવી. તે વખતે ભય પામેલા રાજાઓ અને પ્રજાએ શ્રી જિનેશ્વરને સંભારી પંચપરમેષ્ટીની સ્તુતિને પઠન કરતા કાર્યોત્સર્ગ કર્યો. તેના પ્રભાવથી તે રાક્ષસ લેકોને પીડવામાં અસમર્થ થયે તેથી તેણે શાંત થઈ રાજાની આગળ આવીને કહ્યું “હે રાજન! હું સર્વ લેકોને હણવાને ઉદ્યત થયે હતો, પણ તારી આ જિનભક્તિથી સંતુષ્ટ
છું, માટે હવે મારું એક વાંછિત પૂર્ણ કર. હમેશા તારે મને એક એક મનુષ્ય આપી પ્રસન્ન કરીને અનુપમ સુખમાં રહેવું. રાજાએ જયારે તેમ કરવું કબુલ કર્યું ત્યારે તે શિલા સહરીને ચાલ્યા ગયે. પછી પ્રતિદિન નવા નવા અકેક મનુષ્યનું તે ભક્ષણ કરવા લાગે. નગરનિવાસી સર્વજનોનાં નામની પત્રિકા નાખેલા કળશમાંથી કુમારી કન્યાને હાથે જેનાં નામની પત્રિકા નીકળે તે પ્રાતઃકાલે રાજાની આજ્ઞાથી રાક્ષસના ભક્ષણ માટે જાય છે. યમરાજના ચેપડાના પત્રની જેમ આજે મારું નામ નીકળ્યું છે, તેથી આ રાજપુરૂષ મને લેવા આવ્યા છે. પૂર્વે એક કેવળી ભગવંત અહીં આવ્યા હતા, તેમને રાજાએ પૂછયું હતું કે આ રાક્ષસને ક્ષય ક્યારે થશે? ત્યારે તેમણે કહ્યું હતું, કે તેને ઘાત પાંડવોથી થશે. અદ્યાપિ પાંડવો તે અહીં આવ્યા નહીં, જેથી તેને નાશ થો નહીં, માટે આજે મારે નાશ થઈ ચૂક્યો છે” આવાં દેવશર્માનાં વચન સાંભળી તેમજ તેની જીવવાની આતુરતા જોઈ ભીમસેન તેનાં દુઃખથી દુઃખી થઈને હૃદયમાં પીડાવા લાગે. “જયાં સુધી મારાથી બીજાના પ્રાણની રક્ષા થતી નથી, ત્યાં સુધી મારાં બળ, શરીર, પરાક્રમ અને ક્ષાત્રને ધિક્કાર છે. પ્રત્યેક જંતુ રંગ, શસ્ત્ર, અગ્નિ અને જળાદિવડે તો સ્વયમેવ મૃત્યુ પામે છે, પણ ઉત્તમ પુરૂષે તેમ મરણ ન પામતાં પરપ્રાણની રક્ષાને માટે પિતાના દેહને ઉપગમાં લે છે.” આવો અંતરમાં વિચાર કરીને સાહસને નિધિ ભીમસેન બે “હે વિપ્ર ! તું ઘરમાં જા, આજે તો હું તે રાક્ષસને તૃપ્ત કરીશ.” તેનાં એવાં સાહસથી અંતરમાં હર્ષ પામી દેવશર્મા બે “હે ભદ્ર! પરોપકારમાં પરાયણ એવા તમને તો તે ઘટે છે,
For Private and Personal Use Only