Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 524
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો. ] પ્રભુની દેશના. નમસ્કાર કર્યો. ઈંદ્રો પણ એકઠા મળી ભક્તિએ પ્રેરિત થઈને ત્યાં આવ્યા. કૃપાળુ પ્રભુએ તેમને તારવાને માટે સર્વ ભાષાનુગામી વાવડે દેશના આપવાને આરંભ કર્યો-“શત્રુંજયગિરિ, સુરપતિ અહંતની પૂજા, સંઘપતિનું પદ, સ“ગુરૂ, સમકિત, શીલ અને સમતા, એ શિવસુખને આપનારું સતક છે. અનંત “ભવમાં ઉત્પન્ન થયેલાં દુષ્કૃત્યને દ્રોહ (નાશ) કરનાર અને સિદ્ધિ પદરૂપ શાશ્વ“તગિરિ શત્રુંજયને કણ ન સેવે ? રાગ-દ્વેષ વિગેરે શત્રુઓને નાશ કરનાર જિનસમૂહ પૂજન કરવાથી પ્રાણીઓના કર્મસમૂહને વિનાશ કરે છે. તીર્થંકર નામ કર્મને ઉપાર્જન કરાવનાર, પિતાના ગોત્રને પવિત્ર કરનાર અને ઉત્કૃષ્ટ પુણ્યને સંચય કરાવનાર સંઘપતિપણાને કોણ ન સેવે ? અર્થાત કોણ અંગીકાર ન કરે? “મિથ્યાત્વરૂપ ઘામથી પીડિત પ્રાણીને સમ્યફ વચનરૂપ અમૃતવડે શાંત કરનાર ગુરૂધ્યાન કરવાથી પ્રાણીઓના સર્વ પાપનો નાશ કરે છે. મિથ્યાત્વથી “મોહિત જીવ આ સંસારમાં ત્યાં સુધી જ ભમે છે, કે જયાં સુધી સમરત પાપને ભેદનારા સમકિતને સ્પર્શ કરતો નથી. જેનાથી અગ્નિ જળ થાય, વિષ અમૃત થાય, સર્પ જજુ થાય, અને દેવતા દાસ થઈ જાય તેવું શીલ પ્રાણીઓએ અવશ્ય સેવવા ગ્ય છે. જેથી સ્વાભાવિક વૈરને ધારણ કરનારા પ્રાણીઓ પણ વૈર“વગરના થઈને પરસ્પર મિત્રપણાને પામી જાય છે તેવી અને સિદ્ધિનું કારણ “સમતા સદા સેવનીય છે. - “ઉપર કહેલાં સાત વાનાં સાત નરકરૂપ અંધકારને ભેદવામાં સૂર્યકાંતિસમાન છે અને એકોત્તર સાત કર્મ (આઠ કર્મ)ની સમાપ્તિ કરીને છેવટે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી હરિતસેન રાજાએ ભક્તિથી ઉઠી પ્રભુને નમી અંજલિ જેડીને હર્ષપૂર્વક પ્રભુ પાસે સંઘપતિ પદની પ્રાર્થના કરી. તત્કાળ પ્રભુએ ઇંદ્ર લાવેલ વાસક્ષેપ તેના મરતકપર નાખી, તેને ઉત્સવના મંદિર જેવું સંધપતિપદ આપ્યું. હરિતસેન રાજા સંધની સાથે દેવાલયને આગળ કરી પૂર્વસંધ્રપતિની જેમ માર્ગમાં જિનેશ્વરની અને ગુરૂની પૂજા કરતો ચાલ્યું. અનુક્રમે શત્રુંજય ઉપર આવી નદીઓમાંથી જળ લઈને મોટા મહોત્સવથી પ્રભુને નમરકારપૂર્વક તેનાત્ર કર્યું. પછી દ્રવ્યની વૃષ્ટિ કરતા તેણે શિખરે શિખરે ચિય કરાવ્યા અને પુણ્યથી ગાઢ બનીને મહોદયવાળા તેણે વિશેષ પ્રકારે સંઘની પૂજા કરી, ત્યાંથી ચાલતાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542