Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 187
________________ 47 લોકોને આ વખતે પોતાનાં પરાક્રમી નર-નારીઓ, દેવ-દેવીઓ ને પૂર્વજો યાદ આવ્યાં. એ સાચા કે ખોટા ગમે તેવા હતા તોપણ એમનાથી રોજ પ્રેરણા મળતી. માત્ર વર્તમાન જ નહિ, પણ ભૂતકાળ પણ માનવજીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, એ આજ સમજાયું. હવે સહુને માનસ્તૂપ યાદ આવ્યો. પરાક્રમી દેવોની પ્રતિમાઓ યાદ આવી. રે, આપણે મિથ્યાભિમાની થયા, અને માનસ્તૂપને ખંડિત કર્યો. એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ફરી માનસ્તૂપને ઊભો કરો ! આદર્શની ગમે તેવી છબી પણ કોઈ વાર કમજોર થતા માણસને ધારી રાખે છે. લોકોને એ વખતે મુનિ વેલાકૂલ યાદ આવ્યા : ‘અરે, એમણે જ સ્તૂપ તોડવાની પ્રેરણા આપેલી.’ ‘એ નગરા મુનિને....' એક જણ બોલ્યો, ને એ મુનિ માટે વધુ ખરાબ બોલવા પ્રયત્ન કરી રહ્યો. પાછળથી ચાલ્યા આવતા ગણનાયકે કહ્યું, “મુનિ માટે હવે કડવું વેણ ન બોલશો. એણે વૈશાલી માટે પોતાનું સમર્પણ કર્યું છે. એ માન-સ્તૂપમાં બેસવાને લાયક ઠર્યા છે. સવારનો ભૂલેલો સાંજે ઘેર આવે, તો શાણા માણસે એનો ખેદ ન કરવો.’ ‘કરો હુંકાર ! જય વૈશાલી !' પાછળથી પોકાર આવ્યો. ટુકડીઓની ટુકડીઓ રણમેદાન તરફ સંચરી ચૂકી હતી. એમના પદની ઊડેલી રજ આભને ધૂંધળું બનાવીને સૂરજના તેજનેય ઝાંખું પાડતી હતી, સર્વનાશ વૈશાલીએ ભયંકર સામનો કર્યો અને મગધને ખૂબ ભયંકર રીતે વળતો જવાબ આપ્યો. પણ બુંદથી બગડેલી બાજી હજારો સૈનિકોનાં લોહીના હોજ ભરાયા છતાં ન સુધરી ! વૈશાલીનાં વીરોએ મહાશિલા કંટક યંત્રને તો નકામું કરી નાખ્યું હતું. અને શસ્ત્રની લડાઈમાં તો સિંહપદ સૈનિકોને પણ એક વાર પાછા પાડી દે, એવું જોશ બતાવ્યું હતું. ખેતરમાં દાડિયા અનાજના છોડને વાઢીને ખળું કરે, એમ વૈશાલીના વીરોએ મગધના સૈનિકોનું ખળું કરી નાખ્યું. બાજી કંઈક સુધરતી લાગી, ત્યાં તો ભયંકર અવાજ કરતું બીજું યંત્ર મેદાન તરફ ધસી આવ્યું. કેવું ભયંકર યંત્ર ! મહાશિલા કેટક યંત્ર કરતાં સાવ અનોખું. પેલું યંત્ર તો એક સ્થળે સ્થિર રહેતું, ને ત્યાંથી કાંટા-કાંકરાનો પ્રહાર કરતું. આ યંત્ર તો ગાંડા હાથીની જેમ દોડતું હતું, અને ખાડા-ટેકરા કંઈ જોતું નહોતું. ઊંચી-નીચી ભૂમિ એને માટે સમાન હતી. આ યંત્રની આગળ ચાર લોઢાનાં સાંબેલાં જડેલાં હતાં - હનુમાનજીની ગદાઓ જ જોઈ લો. એ ચારે લોહખુશલ જોરથી ચક્કર ચક્કર ફરતાં હતાં, અને જે નજીક આવ્યું અને એક પ્રહાર ભેગો જમીનદોસ્ત કરતાં હતાં. અરે, રથમુશલ યંત્ર આવ્યું !' એક પોકાર આવ્યો. હાથીની સેના ઊભી હતી - વજની દીવાલ રચીને ! એટલામાં રથમુશલ યંત્ર નજીક સર્યું. એણે એક ઝપાટો ચલાવ્યો. કોઈ હાથીને પગે વાગ્યું - એ લંગડો થઈને ભાગ્યો ! કોઈની સૂંઢ વાગ્યું - સુંઢ મોંમાં મૂકીને એ ભાગ્યો. એમને રોકવા માવતોના અંકુશ કંઈ ન કરી શક્યા. બલ્ક વેદનાના જોશમાં હાથીઓએ માવતોને ઉઠાવીને ફેંદ્ર ધધા. અને હાથીઓએ રણમાંથી પીઠ ફેરવી. પણ બચેલા બહાદુર માવતોએ એમને 350 D શત્રુ કે અજાતશત્રુ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210