________________
संक्षिप्त भावार्थ
२२७
પૂર્વે જણાવેલ પૃથ્વી આદિ ચાર ભૂતો જડ છે, જડનો સ્વભાવ જડ જ હોય અને તેનું કાર્ય પણ જડ હોય; આ કારણથી ચૈતન્ય તેનો સ્વભાવ કે કાર્ય હોઈ શકે નહિં; માટે ચૈતન્યના આધારભૂત કોઈ જુદી જ વસ્તુ માનવી જોઈએ, અર્થાત્ જેનામાં ચેતન્ય છે તે જ આત્મા છે, આવી માન્યતા આસ્તિકો ધરાવે છે. (૩૧) ચિતન્યને ભૂતને ધર્મ માનવામાં દોષ–
यदीयं भूतधर्मः स्यात् , प्रत्येकं तेषु सर्वदा।
उपलभ्येत सत्त्वादि-काठिनत्वादयो यथा ॥३२॥ જેમ સત્ત્વ અને કઠિનત્યાદિ પૃથિવી વગેરે ભૂતના ધર્મ હેવાથી તેમાં દેખાય છે, તેમ ચૈતન્ય પણ જે પૃથિવીવગેરે ભૂતનો ધર્મ હોય તો પૃથિવી વગેરે તથા તેના વિકારભૂત દરેક વસ્તુમાં દેખાવવું જોઈએ. (૩૨) ઉક્તદોષને નાસ્તિક કરેલો પરિહાર, અને તે પરિહારની અયુક્તતા–
शक्तिरूपेण सा तेषु, सदाऽतो नोपलभ्यते। .. જ ર તેનાર વેળ, સત્યવરેજ[ત? –] તત્વ રૂફ છે शक्ति-चैतन्ययोरैक्यं, नानात्वं वाऽथ सर्वथा।
ऐक्ये सा चेतनैवेति, नानात्वेऽन्यस्य सा यतः ॥३४॥ પૃથ્વી વગેરે ભૂતમાં ચૈતન્ય શક્તિરૂપે છે, પરંતુ વ્યક્તિરૂપે–પ્રગટ રૂપે નથી, માટે હમેશાં તે દેખાતું નથી.
શક્તિરૂપે રહેલું ચૈતન્ય દેખાતું નથી માટે નથી એમ માનવું નહિં, આવા પ્રકારનો નાસ્તિકનો પરિહાર ઉચિત નથી. (૩૩)
કારણકે–શક્તિ અને ચૈતન્ય સર્વથા એક છે કે ભિન્ન છે? જો એક છે તો શક્તિ એજ ચૈતન્ય થઈ ગયું અર્થાત્ શક્તિ નામની જુદી વસ્તુ રહી નહીં, અને ભિન્ન છે તો એ શક્તિ અન્યભૂતની પણ થઈ જવી જોઈએ; પરંતુ થતી નથી. (૩૪) નાસ્તિકનો પરિવાર અને તેની અયુક્તતા
अनभिव्यक्तिरप्यस्या न्यायतो नोपपद्यते । आवृतिर्न यदन्येन, तत्त्वसङ्ख्याविरोधतः ॥३५॥