________________
२४०
संक्षिप्त भावार्थ
* આસ્તિક–આ રીતે માનવામાં માતાનો સમસ્ત અનુભવ, ગર્ભસ્થ જીવમાં પણ આવી જવો જોઈએ ? અર્થાત્ આવતો નથી, માટે આ નાસ્તિકની વિચારણું વ્યાજબી નથી. (૭૨)
માતાનું ચૈતન્ય પુત્રમાં ચૈતન્ય ઉત્પન્ન કરે છે, એ બાબતમાં બીજો પણ દોષ આપે છે
न च संस्वेदजायेषु, मात्रभावेन तद् भवेत् ।
प्रदीपज्ञातमप्यत्र, निमित्तत्वान्न बाधकम् ॥७३॥ પરસેવાથી ઉત્પન્ન થતી જૂ વગેરેમાં માતાનું શરીર નથી છતાં પણ ચૈતન્ય દેખાય છે, માટે માતૃશરીર ચૈતન્ય પ્રત્યે નિમિત્ત કારણ પણ માની શકાય નહીં. આજ કારણથી દીવાનું દ્રષ્ટાંત પણ નિમિત્તકારણપણું હોવાથી બાધક થઈ શકતું નથી. અર્થાત એક દીવાથી બીજે દીવો અને બીજાથી ત્રીજો દીવો એમ દીપસંતતિ ઉત્પન્ન થાય છે, તેવી રીતે માતૃ ચૈતન્યથી પ્રથમ સુતચૈતન્ય, તેનાથી બીજું સુતચૈતન્ય, આ રીતે ચૈતન્યની સંતતિ છે. આવું ઉદાહરણ આપવું તે પ્રસ્તુતમાં યુક્ત નથી; કારણ કે-દીવો તે બીજા દીવા પ્રત્યે નિમિત્ત કારણ છે, પરંતુ ચૈતન્ય પ્રત્યે ચૈતન્ય નિમિત્ત કારણ નથી. (૭૩)
इत्थं न तदुपादानं, युज्यते तत् कथञ्चन ।
अन्योपादानभावे च, तदेवात्मा प्रसज्यते ॥७४॥ આવી રીતે પુત્ર ચેતન્યનું ઉપાદાન કારણ માતાનું શરીર કોઈપણ રીતે હોઈ શકતું નથી, તો હવે બીજું કોઈપણ ઉપાદાન કારણ છે. એમ જો માનીએ તો આડકતરી રીતે આત્માને જ માની લીધો ગણાય. (૭૪)
न तथाभाविनं हेतुमन्तरेणोपजायते ।
किञ्चिन्नश्यति चैकान्ताद्, यथाऽऽह व्यासमहर्षिः ॥७५॥ ઉપાદાન કારણ સિવાય કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી, તેમજ કાર્યનો વિનાશ છે તે પણ ઉપાદાન કારણ સિવાય હોઈ શક્તો નથી, અર્થાત્ સર્વથા વસ્તુ નાશ પામતી નથી, પરંતુ ઉત્તર અવસ્થારૂપે કરીને જે પરિણામ તેજ વિનાશ કહેવાય છે. આ હકીક્ત મહર્ષિવ્યાસને પણ સમ્મત છે. (૭૫)