Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 259
________________ જણાવ્યું હતું. બાકીના પ્રશ્નોત્તરો આજે તમને સંભળાવું છું. એકાગ્ર મનથી સાંભળજો. પછી ચિંતન કરજો. ઈન્ટે કહ્યું: ‘રાજનું, મોટામોટા યજ્ઞો કરાવીને શ્રમણ - બ્રાહ્મણ વગેરેને ભોજન કરાવીને, ગાયો વગેરેનું દાન આપીને, ઈષ્ટ, મિષ્ટ અને પ્રિય વિષયસુખો ભોગવીને સ્વયં યજ્ઞાદિ કર્યા પછી ત્યાગમાર્ગ ઉપર જજો.’ નમિરાજર્ષિએ કહ્યું : जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदितस्सावि किंचणं ॥ ९/४० હે બ્રાહ્મણ, કોઈ માણસ પ્રતિમાસ ૧૦-૧૦ લાખ ગાયોનું દાન આપતો હોય અને એક માણસ એક પણ ગાયનું દાન આપતો ન હોય, તો પણ હિંસા વગેરે પાપોના પરિહારરૂપ સંયમ આદિ શ્રેષ્ઠ હોય છે.' ઇન્દ્ર કહ્યું “ઠીક છે આપની વાત, પરંતુ ગૃહસ્થાશ્રમ પણ અતિદુષ્કર છે. એનો ત્યાગ કરીને અન્યની-સંન્યાસાશ્રમની ઇચ્છા કેમ કરો છો ? હે રાજનું, ગૃહસ્થાશ્રમમાં રહીને પૌષધવ્રતમાં રત રહો !' નમિરાજર્ષિએ જવાબ આપ્યો: मासे मासे उजो बालो, कुसग्गेणं तु मुंजए । न सो सुअकरवाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ ९/४४ હે બ્રાહ્મણ, કોઈ અજ્ઞાની મનુષ્ય એક એક મહિનાના ઉપવાસના પારણે અતિ અલ્પ આહાર ગ્રહણ કરતો હોય, છતાં પણ તે તીર્થંકર પ્રણિત મુનિધર્મના સોળમા ભાગ સમાન પણ ન હોય! તીર્થકરોએ મુનિધર્મને જ મુખ્યરૂપે મુક્તિમાર્ગ બતાવ્યો છે - ગૃહસ્થાશ્રમને નહીં.' ઇન્દ્ર કહ્યું : “હે રાજનું, સોનું, મણિ, મોતી, મૂલ્યવાન વસ્ત્રો, વાહન, ધનભંડાર ઇત્યાદિની વૃદ્ધિ કરીને અણગાર બનજો.’ નમિરાજાએ કહ્યું: सुवण्णस्पस्स, उपव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स बुद्धस्स न ते हि किंचि इच्छा हु आगाससमाअणंतिया ॥ ४/४८ હે બ્રાહ્મણ, મેરુ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પહાડ મળી જાય, તો પણ તૃષ્ણાતુર મનુષ્યને અલ્પ પણ સંતોષ થતો નથી, કારણ કે ઇચ્છા આકાશ સમાન અનંત હોય છે. એટલું જ નહીં, એકત્વ ભાવના. ૨૪૭

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286