Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 264
________________ ‘એકલામાં દુઃખ, અનેકતામાં સુખ' - આ મારો વિચાર દૃઢ રહ્યો છે, એટલા માટે એકમાંથી અનેક થવાનો પ્રયત્ન કર્યો અને કરતો જાઉં છું. વિશાળ પરિવાર હોય તો સુખ, વિશાળ મિત્રમંડળ હોય તો સુખ, મોટો અનુયાયી વર્ગ હોય, તો સુખ - બસ, ભીડમાં જ સુખ અને આનંદની કલ્પના કરી અને એમાં જ ગુંચવાતો ગયો. પરિણામ સ્વરૂપે દુઃખ અને અશાન્તિનો ભાર વધતો ગયો. જો કે સમૂહજીવનમાં મેં કંઈક સુખ, કંઈક આનંદ પણ પ્રાપ્ત કર્યો છે. પરંતુ એ સુખ દીર્ઘકાળ ટક્યું નહીં. આનંદ વધારે સમય રહ્યો નહીં. એ બધું અલ્પકાલીન સિદ્ધ થયું છે. મારે એકલા થવું નથી, તો પણ કોઈ ને કોઈ વખતે તો એકલા થવું જ પડશે. ત્યારે શું મને દુઃખ નહીં પડે? વેદના નહીં થાય? જ્યારે એકલા મરવાનું હશે ત્યારે મારી સ્વસ્થતા ટકી રહેશે? સમતા અને સમાધિમાં લીન થઈ જઈશ? હું એકલો કઈ ગતિમાં જઈશ? આ ભય મને વ્યાકુળ તો નહીં કરી નાખેને? એટલા માટે હું પરમ સત્યનો સ્વીકાર કરું છું. હું એકલો છું. મારે એકલાએ જ જન્મવાનું અને મરવાનું છે. એકલાએ જ ચાર ગતિ અને ૮૪ લાખ યોનિઓમાં ભટકવાનું છે, તો પછી શા માટે હું એકલો જ મારું આત્મકલ્યાણ ન સાધી લઉં? શા માટે હું એકલો જ મહાન ધર્મપુરુષાર્થ ન કરી લઉં? આજે હું ચાર નિર્ણયો કરી લઉં છું. - ૧. હું એકલો છું, મારું કોઈ નથી, મારે કોઈનો સહારો નથી, આવી ફરિયાદ હું કદીય કરીશ નહીં.' ૨. મેં તો એમને મારા માનીને તેમનાં કેટલાંય કામો કર્યા, પણ તે લોકોએ મારે માટે કશું જ કર્યું નહીં - મને મદદ ન કરી, આવી મનોવ્યથા હું કદીય કરીશ નહીં. ૩. “ધર્મઆરાધના તો હું કરું, પરંતુ મારે કોઈ સાથી જોઈએ, કોઈ સહયોગી જોઈએ. સાથ-સહકાર વગર મારાથી ધર્મઆરાધના નહીં થાય.” એવી દલીલ હું નહીં કરું. ૪. દોડમ્' -હું એકલો છું. આ સત્યને આત્મસાત્ કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત બનેલો રહીશ. આત્માની અદ્વૈતની મસ્તીમાં જીવનારા મિથિલાના નમિરાજર્ષિ અને અવંતીના રાજા ભર્તુહરિ વગેરે જ્યારે સ્મૃતિની છીપમાં મોતી બની જાય છે અને અકથ્ય આનંદની અનુભૂતિ કરાવી જાય છે. એકલાપણાની દીનતા-હતાશા ચૂરેચૂરા થઈ જાય છે. પર સાપેક્ષતાના ઊંચા ઊંચા કાંગરા તૂટીને નીચે પડી જાય છે. “રહેવું સૌની વચ્ચે, પણ સૌથી જુદા,' આવું જીવવાની મજા મેં ચાખી લીધી છે. કોઈ ગિરિમાળાના ઉત્તુંગ શિખર ઉપર, ગગનચુંબી જિનમંદિરોની ગોદમાં ૨૫૨ શાન્તસુધારસ: ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286