Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 234
________________ ૧૬. માધ્યચ્યભાવના-ગીત | શ્લોક-૭-૮ ૨૦૧૭ થનારા સુખનો અનુભવ થાય છે તે મહાત્માનું ચિત્ત આત્માની સ્વસ્થતારૂપ સુખને છોડીને ક્યારેય અન્યત્ર જતું નથી. માટે ઉત્તમ એવા વિરતિભાવની પ્રાપ્તિના અર્થી એવા હે જીવ! તું સદા આ અનુપમ તીર્થને સ્મરણ કર.llણા અવતરણિકા : વળી, મહાત્મા સોળ ભાવનાના સારને પ્રસ્તુત શ્લોકમાં કહે છે – શ્લોક : परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । विरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे ।।अनु० ८।। શ્લોકાર્ચ - હે વિનય! પરબ્રહ્મના પરિણામનું કારણ, સ્પષ્ટ કેવલવિજ્ઞાન સ્વરૂપEસ્વસંવેદન થતું મોહના સ્પર્શ વગરના જ્ઞાન સ્વરૂપ, વિવેચિત જ્ઞાનરૂપ=પોતાના આત્મદ્રવ્યના અને પારદ્રવ્યના વિભાગને સ્પર્શનારા જ્ઞાનરૂપ, એવા શાંતસુધારસના પાનને તું કર. llcil ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું નામ શાંતસુધારસ આપેલ છે; કેમ કે સોળ ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત શાંત અમૃતરસના પાનને કરનારું બને છે. આ શાંતરસ આત્માના અને પુદ્ગલના વિભાગના જ્ઞાનને સ્પર્શનારું છે તેથી પોતાના આત્માથી ભિન્ન સર્વ પુદ્ગલ દ્રવ્ય અને સર્વ આત્માનો ભેદ કરીને પોતાના આત્મા સાથે અભેદ પરિણામવાળા શુદ્ધજ્ઞાનમાં તન્મય થવાને અનુકૂળ વ્યાપાર સ્વરૂપ છે. વળી, આ શાંતસુધારસના પાન સ્વરૂપ જ્ઞાનનો ઉપયોગ સ્પષ્ટ મોહના સ્પર્શ વગરના વિશેષ પ્રકારના જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે; કેમ કે “નશ્યા નષ્ટ' એ ન્યાય પ્રમાણે જે ઉપયોગથી સમભાવને અનુકૂળ મનોવ્યાપાર થઈ રહ્યો છે તે ઉદ્યમથી વિદ્યમાન કષાયો સમભાવમાં રાગરૂપે કે અસમભાવમાં દ્વેષરૂપે પ્રવર્તે છે તેથી કષાયો નશ્યમાણ છે, તેથી તે જ્ઞાનનો ઉપયોગ સ્પષ્ટ કષાયના સ્પર્શ વગરના વિશેષજ્ઞાન સ્વરૂપ છે. વળી, આ જ્ઞાનનો ઉપયોગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોહના નાશનું કારણ હોવાથી મોહથી અનાકુળ એવા પરબ્રહ્મના પરિણામનું કારણ છે અર્થાત્ સંપૂર્ણ મોહથી અનાકુળ વિતરાગરૂપ જે પરબ્રહ્મનો પરિણામ છે તે પરિણામનું કારણ શાંતસુધારસનું પાન છે. માટે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – હે નિર્જરાના અર્થી આત્મા ! તું શક્તિને ગોપવ્યા વગર અત્યારસુધી વર્ણન કરાયેલી સોળ ભાવનાઓને અને તેમાં પણ સમતાના પરિણામને સ્પર્શનાર એવી મધ્યસ્થભાવનાને તે રીતે ભાવન કર જેથી તારા આત્મામાં શાંતસુધારસનો પરિણામ ઉત્પન્ન થાય જે સર્વકલ્યાણની પરંપરાનું કારણ છે. II૮ાા II સોળમો પ્રકાશ પૂર્ણ II

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242