Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ શાંતસુધારસ ૨૧૬ સમતામાં યત્ન નહીં કરે અને માયાજાળને ચિત્તમાં ધારણ કરી રાખીશ તો આખા આયુષ્યકાળ દરમ્યાન પુદ્ગલની પરવશતાને તું વૃથા વહન ક૨ના૨ો થઈશ. વળી, પુદ્ગલની પરવશતાથી તને કંઈ પ્રાપ્ત થવાનું નથી, કેવલ તેને પરવશ થઈને જે આત્માના મલિનભાવો કરીશ, આરંભ-સમારંભ કરીશ તે સર્વથી બંધાયેલાં કર્મોની કદર્થનાને જ તું પામીશ. આથી સમતામાં યત્ન કરીને સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવો પ્રત્યે ૫૨મ મધ્યસ્થભાવ પ્રગટે તેવો યત્ન કર, જેથી તને સર્વકલ્યાણની પ્રાપ્તિ થશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આત્મામાં મધ્યસ્થભાવ સ્થિર કરે છે. બ્રા શ્લોક ઃ अनुपमतीर्थमिदं स्मर चेतनमन्तः स्थितमभिरामं रे । विरतिभावविशदपरिणामं, लभसे सुखमविरामं रे ।। अनु० ७ ।। શ્લોકાર્થ ઃ હે આત્મન્ ! તું અંતરમાં સ્થિર એવું અભિરામ=રમણીય, ચેતનરૂપ એવા આ અનુપમ તીર્થને=પરમ મધ્યસ્થભાવરૂપ એવા આ અનુપમ તીર્થને, સ્મરણ કર. જેનાથી તું વિરતિભાવરૂપ વિશદપરિણામને અવિરામ=સતત, સુખપૂર્વક પ્રાપ્ત કરીશ. II૭II ભાવાર્થ: પ્રસ્તુતમાં ભાવનાનો વિષય માધ્યસ્થ્યભાવના છે અને માધ્યસ્થ્ય ભાવનાના પરમાર્થને સ્પર્શે તેવું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ શ્લોક-૬માં બતાવ્યું અને કહ્યું કે તું માયાજાળનું સંવરણ કર અને હૃદયંગમ એવી સમતામાં આત્માને રમાડ. આ પ્રકારનો જે માધ્યસ્થ્ય ભાવ છે તે જીવ માટે અનુપમ તીર્થરૂપ છે; કેમ કે આત્માને સંસારસાગરથી તારે તે તીર્થ કહેવાય અને તેવા તારનાર સુસાધુ આદિ બાહ્ય જંગમતીર્થો છે અને આત્મામાં નિષ્પન્ન થયેલ રત્નત્રયીની પરિણતિરૂપ અંતરંગ તીર્થ છે અને સમતાનો પરિણામ એ રત્નત્રયી પરિણતિ સ્વરૂપ છે તેથી અન્ય સર્વ તીર્થો કરતાં આત્મામાં સ્ફુરાયમાન થતો સમતાનો પરિણામ એ અનુપમ તીર્થ છે. એ આ સમતાનો પરિણામ જ્ઞાન સ્વરૂપ હોવાથી ચેતનરૂપ છે અને મનના ઉપયોગરૂપે સમભાવને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી અંતરંગ રીતે આત્મામાં વર્તતા સ્થિર પરિણામરૂપ છે; કેમ કે સમતાના પરિણામમાં મોહની આકુળતા શાંત-શાંતતર થતી હોય છે તેથી આત્મામાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. વળી, આ અનુપમ તીર્થરૂપ સમતાનો પરિણામ અભિરામ છે=અત્યંત રમણીય છે; કેમ કે આત્માને તત્કાળ સુખ ઉત્પન્ન કરે છે અને ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણસુખમય મોક્ષપ્રાપ્તિનું કારણ છે. વળી, જો તું સમતાના પરિણામરૂપ અનુપમ તીર્થને સદા સ્મૃતિમાં રાખીને પ્રયત્ન કરીશ તો સર્વ પાપોના વિરતિભાવરૂપ વિશદ પરિણામને અવિરામ=સતત, સુખપૂર્વક પ્રાપ્ત કરીશ; કેમ કે જે મહાત્મા સમતાના પારમાર્થિક સ્વરૂપને શબ્દો દ્વારા યથાર્થ જાણીને સદા તે ભાવોથી આત્માને વાસિત કરે છે તે મહાત્માનું ચિત્ત સતત સમતાને અભિમુખઅભિમુખત૨ થાય છે તેથી પ્રશમભાવના પરિણામથી જે પાપને અનુકૂળ ચિત્તવૃત્તિ હતી તેના વિરામ સ્વરૂપ આત્માના સુંદર પરિણામને તે મહાત્મા સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે અને જે મહાત્માને તે પરિણામથી

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242