Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સામાયિકના દોષો :
સામાયિકની સાધના કરનારે ચાર દોષોનો ત્યાગ કરવો જોઈએ.
૧. અવિધિ દોષ : વિધિપૂર્વક સામાયિક ન કરવું.
૨. અતિપ્રવૃત્તિ નૂન પ્રવૃત્તિ દોષ : શાસ્ત્રોક્ત પધ્ધતિથી થયેલું સામાયિક વિહિત ગણાય. તેમાં વધુ યા ઓછી પ્રવૃત્તિ કરીએ તો આ દોષ લાગે.
૩. દુગ્ધદોષ : ઈહલોક કે પરલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ અર્થે સામાયિક કરવું. સામાયિક મોક્ષૈકલક્ષી બને તે ધ્યાનમાં લેવું.
૪. શૂન્ય દોષ : માનસિક ઉપયોગ રહિતપણે સામાયિક કરવું; વીર્યોલ્લાસપૂર્વક સામાયિક કરવું જોઈએ.
આ ઉપરાંત મન, વચન અને કાયાની સંયમ પ્રવૃત્તિઓનો આશય સામાયિકમાં ન સચવાય તો મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ મળી કુલ ૩૨ દોષ લાગે છે.૧૪ આ બત્રીસ દોષોથી વર્જિત શ્રાવક સામાયિક સમયે શ્રમણ સમાન બની જાય છે.
સામાયિક વ્રતના અતિચારો :
તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં સામાયિક વ્રતના પાંચ અતિચારોનું વર્ણન મળે છે.૧૫ ૧. કાયદુપ્રણિધાન ૨. વચનદુપ્રણિધાન ૩. મનોદુપ્રણિધાન ૪. અનાદર ૫. સ્મૃતિનું અનુસ્થાપન.
૧૬
૧. કાયદુપ્રણિધાન ઃ પ્રતિલેખન અને પ્રમાર્જના વગર કે પ્રયોજન વગર શરીર કે તેના અંગો હલાવવા.
૨. વચન દુપ્રણિધાન ઃ કઠોર શબ્દો બોલવા અને ભાષા સિમિત ન
જાળવવી.
૩. મનોદુપ્રણિધાન : મનથી સાંસારિક કાર્યો વિષે વિચાર કરવો, સાવઘ વિચારવું.
૪. અનાદર : અનવસ્થાન કે અનાદર બુદ્ધિથી સામાયિક કરવું. સ્મૃત્યનુસ્થાપન ઃ ઉપયોગરહિતપણે અથવા સ્મૃતિભ્રંશથી આ અતિચાર
લાગે.
૫.
Jain Education International
૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org