Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
છે. “સાગરવરગંભીરા' સામાસિક પદ છે. સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો પછી અસંખ્યાત યોજન પ્રમાણ છે. સિદ્ધો સાથેની તેની તુલના તેમની આનંદમય દશામાં તેમની મન્નતા સાથે કરવામાં આવી છે. આ બધા વિશેષણો સિદ્ધા – વિશેષ્યના છે. તેનો અર્થ કૃતકૃત્ય ગણી શકાય. જેમના સર્વાર્થો અને પ્રયોજનો સિદ્ધ થયા છે અને પરિપૂર્ણ શાશ્વત સુખમાં અવસ્થિત છે તેઓ શિવગતિ, પરમપદ, મોક્ષ, નિર્વાણ કે મુક્તિપદ પામે છે. “મમ દિસંતુ'માં સિદ્ધોના ગુણાનુવાદ કરી તેમની પાસે પ્રાર્થનામાં ઉત્તમ સિદ્ધિગતિ માટેની અભીપ્સા પૂરા બળ સાથે નિવેદિત થઈ છે. ચોવીસજિન નિક્ષેપ :
નિક્ષેપ શબ્દથી અર્થની વ્યવસ્થા ચાર પ્રકારે થઈ શકે. નામ, સ્થાપના (આકૃતિ), દ્રવ્ય અને ભાવ. નામ નિક્ષેપમાં અર્થઘટન કરીએ તો અરિહંત નામના કોઈ તીર્થકર નથી. તે પદ છે. એ કોઈપણ વ્યક્તિ અંગે નહિ પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાળના સમગ્ર તીર્થકરોના અતિપણાના ગુણને અનુસરી આરાધ્યતાને “આઈજ્ય' કહેવામાં આવે છે. ૧૫ જે આહત્ય સકલ અરિહંતોની પ્રતિષ્ઠારૂપ મોક્ષલક્ષ્મીના અધિષ્ઠાનરૂપે અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોકમાં અદ્વિતીય સામર્થ્યયુક્ત છે તેના ધ્યાનમાં લીન થવાનું કહે છે. તેના નામ, સ્થાપના (આકૃતિ), દ્રવ્ય અને ભાવ વડે જગતના જીવોને પાવન કરનાર અહિત પદને ધારણ કરનાર સર્વક્ષેત્ર અને સર્વકાળના તીર્થકરોની સેવનાને કર્તવ્ય અહીં ગણાવેલ છે.*
ચૈત્યવંદન ભાષ્યમાં ચાર પ્રકારના નિક્ષેપો દર્શાવ્યા છે. ૧૭ નામનિક્ષેપમાં જિનવરોના નામો ગુણનિષ્પન્ન છે અને સ્વાભાવિક શક્તિ અને સંકેત વડે વાચ્યાર્થનો બોધ કરાવે છે. નામ અને રૂપનો ગાઢસંબંધ સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં જોઈ શકાય છે. ભક્તામર સ્તોત્રમાં દર્શાવ્યું છે કેન્દ્ર તેમના સ્તવનથી સંસારની પરંપરા વડે બાંધેલાં પાપો ક્ષણવારમાં નાશ પામે છે. તેમાં નામ નિક્ષેપનો મહિમા છે. “નામ સ્મરણભક્તિ એ પ્રધાન અંગ છે પરમાનંદનું અને સંપદાઓનું બીજ છે.”૧૯ એમ શ્રી સિદ્ધસેના દિવાકરે દર્શાવ્યું છે.
નામ શબ્દ છે તો આકૃતિ અર્થ છે. અર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સુત્ત (સુપ્ત સૂતેલું) ગણે છે. દ્રવ્યનિક્ષેપો અરિહંતની અતીત અને અનાગત અવસ્થાને કહેવામાં આવે છે. વર્તમાન ચોવીસજિનો
-
H૪૪ - -- ---- For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org