Book Title: Sazzay Sarita
Author(s): Yogtilaksuri
Publisher: Sanyam Suvas
View full book text
________________
સદ્દગુરુ શીખે ધર્મ આરાધે, તે પામે છે મુક્તિના દ્વારે. મુરખો૦ ૭ સંવત અઢાર ક્યાંસી ના વરસે, આતમ ધ્યાન લગાઈ, ગોપાળ ગુરુના પૂણ્ય પસાયે, મોહન ગાયે ભવ ગાડી. મુરખો. ૮
• ૪૧૧. મુરખાની સજઝાય (૨) જ્ઞાન કદિ નવિ થાય, મૂરખને જ્ઞાન કદિ નહિ થાય;
' કહેતાં પોતાનું પણ જાય. મૂરખને૦ ૧ શ્વાન હોય તે ગંગાજળમાં, સો વેળા જો ન્હાય; અડસઠ તીરથ કરી આવે પણ, થાનપણું નવિ જાય. મૂરખને... ૨ દૂરસર્પ પયપાન કરતા, સંતપણું નહિ થાય; કસ્તૂરીનું ખાતર જો કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખને૦ ૩ વર્ષાસમે સુગ્રી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યો, સુગ્રી ગૃહ વિખરાય. મૂરખને૦ ૪ નદીમાંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લોહધાતું ટંકણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને. ૫ કામકંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદનચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂરખને ૬ સિંહચર્મ કોઈ શિયાળ સુતને, ધારે વેશ બનાય; શિયાળસુત પણ સિંહ ન હોવે, શિયાળપણું નવિ જાય. મૂરખને૦૭ તે માટે મૂરખથી અલગા, રહે તે સુખીયા થાય; ઉમરભૂમિમાં બીજ ન ઉગે, ઉલટું બીજ તે જાય. મૂરખને૦ ૮ સમકિતધારી સંગ કરીને, ભવજય ભીતિ મીટાય; મયાવિજય સદ્ગુરુ સેવાથી, બોધિબીજ સુખ પાય. મૂરખને ૯
[2] ૪૧૨. મોક્ષનગરની સઝાય મોક્ષનગર મારું સાસરું, અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ રે. મો. ૧ જ્ઞાન દર્શન આપ્યા આવીયા, કરો કરો ભક્તિ અપાર રે;
સઝાય સરિતા
६७८

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766