Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ન શહેરની સફાઈ ] તમારે બધાએ શહેરની સફાઈના કામમાં રસ લેવો જોઈએ. શહેરમાં દવાખાનાં વધે તેથી શહેરનો સુધારો થયો ન કહેવાય. એ દાક્તરો તો દવા કરે પણ આપણે તો લોકો માંદા જ ન પડે, દાક્તરોની જરૂર જ ન રહે એવું કરવું જોઈએ. દરેક શહેરીને થવું જોઈએ કે આ મારું શહેર છે. આ શહેર દરિયાકાંઠે આવેલાં દુનિયાનાં બીજાં શહેરોની હારમાં આવવું જોઈએ. મુંબઈ માછીમારોનું ગામ હતું તેમાંથી કેવું શહેર થઈ પડ્યું છે ? પૈસાની તાણ હોય તો સિનેમા, નાટક અને નાતના જમણવાર પાછળનાં ખર્ચ પાંચ વરસ સુધી બંધ કરો, પણ પહેલી ગટર કરો. એનો લાભ પાંચ વરસમાં તમને જણાશે. લોકોની તંદુરસ્તી સુધરશે. અત્યારે તો તમારા શહેરમાં માણસની જિંદગી ટૂંકી થાય છે અને તેઓ દુઃખી થઈને મરે છે. ન ૧૮ | તે અસ્પૃશ્યતા - અસ્પૃશ્યતાની બાબતમાં મારે તમને એટલું કહેવું છે કે, એ પ્રશ્ન પંડિત માલવિયજીએ તથા શેઠ | જમનાલાલ બજાજે જેટલી ચીવટથી હાથ ધર્યો છે તેટલી જ ચીવટથી તમારે હાથ ધરવો જોઈએ. તમારામાંના સૌથી પ્રતિષ્ઠિત લોકોએ હરિજનવાસોની મુલાકાત લેવા ખાસ જવું જોઈએ; સભાસરઘસોમાં જોડાવા તેમને બોલાવવા જોઈએ, અને કૂવા, મંદિરો તથા શાળાઓ વગેરેની બાબતમાં તેમને | જે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તે પોતે જાણી લઈને તે બને તેટલી જલદી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારાં મંદિરોને અંત્યજો માટે ખુલ્લાં મૂકી સાચાં દેવમંદિરો બનાવો. તમારા બ્રાહ્મણ-બ્રાહ્મણેતરના ઝઘડાની દુર્ગધ પણ કંપારી છુટાડે એવી છે. એ | દુર્ગંધને સાફ ન કરો ત્યાં સુધી કશું કામ ન થાય. ૧૯]

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41