________________
કાયરતાનો કટ્ટર શત્રુ હું કામ કોમની એકતા ચાહું છું. પણ જો સાચી એકતા સાચવવી હોય તો જે માણસો આ કરપીણ બનાવોની પાછળ છે એનો તાગ લેવો જોઈએ. અને એના હૃદયમાં જ્યાં સુધી પસ્તાવાની લાગણી પેદા ન થાય ત્યાં સુધી આ વાતને છોડવી જોઈએ નહીં.
જે માણસો ખૂની માણસોને સંઘરતા હોય, આશ્રય આપતા હોય અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી
ક્યાં સુધી રાખી શકાય, તે આપણે વિચારી લેવાનું છે.
સાપના દરમાં ક્યાં સુધી માથું મૂકવું એનું જોખમ વિચારી લેવું જોઈએ. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં.
| ૩૦
નારીચેતના તમે બધા પોતાને ‘બહાદુર” કહેવડાવવા માગતા હો તો બહેનોને શા માટે પાછળ રાખો | છો ? બહેનોને તે પાછળ રખાય ? જે માતા થવા યોગ્ય છે તેને તો નમસ્કાર કરવા જોઈએ. આ દેશની સ્ત્રીઓમાંથી તો સીતા, દમયંતી, દ્રૌપદી જેવી સતીઓ પાકતી હતી કે જેમનાં નામ લેતાં પાવન થઈએ છીએ.
આજે એવી સતીઓ આ બહેનોમાંથી કેમ નથી પાકતી ? તેનું કારણ એ છે કે આપણે તેમને તેમના સ્થાનમાંથી ખસેડી દીધી છે.
આપણો આપણી સ્ત્રીઓ પ્રત્યે શો ધર્મ છે ? જે ખેડૂત પોતાની સ્ત્રીને મારઝૂડ કરતો હોય, પોતાનાં સુખદુઃખમાં તેને સહભાગી ગણતો ન હોય, તેને અજ્ઞાન દશામાં રાખતો હોય, કેળવણી આપતો ન હોય તેવી સ્થિતિમાં આપણા સમાજનો ઉદ્ધાર શી રીતે થઈ શકે ?
૭૧ |