________________
તો મન સાથે પદાર્થોનો સંગ પણ એક વ્યસનના પ્રકારમાં સમાઈ જાય છે. નિસંગપણાની જે વાત કહેવાય છે તેનો સંબંધ કેવળ વ્યક્તિઓ બાબત જ નહીં પરંતુ પદાર્થોની બાબતમાં વિશેષ નિસ્બત ધરાવે છે.
કોઈપણ પદાર્થનો સંગ મન પર રંગ ન ચઢાવે એજ સાચું નિસંગપણું છે. મનને આ સંગ રંગથી છોડાવવું એજ સાચી વ્યસનમુક્તિ છે. એટલા જ માટે ભોજનના પદાર્થોમાં બદલાવ લાવી મનને સંયમના સંસ્કારથી સંસ્કારિત કરી શકાય છે.
હવે ભોજન સંબંધેનો બીજો મુદ્દો તપાસીયે. ભોજન સિવાય બીજા સુખોમાં પણ સંયમ રાખવા માટે ભોજનનો પ્રકાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે કંઈ ખાવામાં આવે છે તેનાથી શરીર અને મનના વિકાસની રચના થાય છે. કહેવત છે કે જેવું અન્ન તેવું મન. ભોજનના પદાર્થોમાંથી પાચન ક્રિયા દ્વારા જે રસ તૈયાર થઈ તેમાંથી છેલ્લી ધાતુ વીર્યમાં પરિણમે છે, તે વીર્યનું રક્ષણ મનુષ્યનો પરમ ધર્મ મનાયેલો છે. ભોજનના પ્રકારથી વીર્ય બે પ્રકારનું બને છે. આયુર્વેદના મત પ્રમાણે ઉષ્ણ પદાર્થોના વધુ પડતા સેવનથી ઉષ્ણ વીર્ય બને છે જ્યારે શીત પદાર્થો શીતવીર્ય બનાવે છે. સંગ્રહ અને ધારણ કરી રાખવા માટે શીતવીર્ય ઉપયોગી છે ઉષ્ણવીર્ય જલદીથી અલન થઈ જાય છે. બ્રહ્મચર્ય પાલન માટે તે અનુકૂળ નથી. સંયમના ઉપાસક ગૃહસથાશ્રમીએ વ્રતોના માધ્યમથી આવા પદાર્થોના સંગથી શરીર દૂર રહે એવું આયોજન કરવું જોઈએ. ભોજનની અસરો શરીર પર ખૂબ ઝડપી અને દૂરગામી ધોરણે પડે છે તેનો દાખલો આજના ચિકિત્સા-વિજ્ઞાનમાંથી પણ મળે છે.
હૃદયરોગ, બી.પી. કે ડાયાબીટીસમાં જે પદાર્થોનો ત્યાગ બતાવેલો છે તેનો ઉપયોગ ત્વરિત અસર ઉપજાવે છે. હૃદયરોગમાં હુમલાના એંધાણ સમયે જે એક નાનીસરખી ટીકડી જીભ નીચે મૂકી રાખવાનું કહેવામાં આવે છે તે ટીકડી કેટલી ઝડપે સમસ્ત શરીર પર અસર ઉપજાવી શકે છે તે સૌનાં જાણની બાબત છે. ખાવાપીવાના પદાર્થો પણ શરીર પર પોતાનો પ્રભાવ છોડે છે તેનું આ એક જાણીતું ઉદાહરણ છે.
બહુ ઓછા લોકોના ધ્યાનમાં હશે કે મિતાહાર શરીરના બળ, આરોગ્ય અને કાંતિમાં વધારો કરે છે જ્યારે અકરાંતિયું ભોજન શરીરને તેનાથી વિપરીત અસરો ભોગવવા દબાણ કરે છે. સામાન્યમાં સામાન્ય રોગથી લઈ શરીર વિનાશક ભયંકર રોગો પણ આહાર વિહારના કુપ્રભાવથી જન્મે છે અને આહાર વિહારના સુપ્રભાવથી તેને ટાળી તેમજ મટાડી શકાય છે તે વાત ચિકિત્સા વિજ્ઞાને પણ સ્વીકારેલી છે.
હિન્દુ જીવન-દર્શનમાં જીવનને એક યજ્ઞ ગણવામાં આવે છે. યજ્ઞમાં મન ફાવે તેવા પદાર્થો હોમી દેવતાઓને હવિષ્ય આપવામાં આવતું નથી તેમ શરીરમાં પણ જે-તે પદાર્થો પધરાવી શરીરમાં વિરાજમાન દેવોને કષ્ટ આપવાનું ઔચિત્ય સ્વીકારાયેલું નથી. આજના યુગમાં તૈયાર પેકેજ-ફુડનું તથા તૈયાર વાસી ખાદ્ય પદાર્થો અને પેયોનું જે પ્રચલન શરૂ થયેલું છે તેના દ્વારા પણ અનેક વિઘાતક અસરો
(૮૧