Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 174
________________ તે છાપ તેમાં વ્યક્ત વ્યક્તિત્વની ઉત્પત્તિમાંથી આપો-આપ મનને પ્રભાવિત કરી દે છે. વધુમાં વધુ જરૂરિયાતોની ઝંખના ધરાવતી આ વીસમી સદીની સંસ્કૃતિમાં અલ્પતમ આવશ્યક્તા અને ઉચ્ચતમ જીવનદર્શનની ઝાંખી કરાવતો આ બે મહાપુરુષોનો નિષ્કામ કર્મયોગ શિખવાનું ઘણું ઘણું મૂક રીતે પ્રકટ કરતો હતો. કેવળ લંગોટી અને ભસ્મ લેપનથી શોભતો એક દેહ ક્ષણભંગુર છતાંય દુર્લભ દેહની મહત્તાનું મૂલ્ય સમજાવી રહ્યો હતો; તો બીજી તરફ સમાજને જ ઈશ્વરનું એક અભિવ્યક્ત સ્વરૂપ સમજી તેના કાર્ય માટે સમસ્ત આશા-આકાંક્ષાઓનું બ્રહ્માર્પણ કરનાર દેહ સમાજ પ્રત્યેના કર્તવ્યનું ભાન કરાવતો હતો. માર્ગ અલગ અલગ પણ ઉદ્દેશ્ય એક જ એવાં બે જૂજવાં વ્યક્તિત્વનું સંમિલન અહીં યોજાયું હતું. એકે આત્મશ્રેય માટે આશા-તૃષ્ણાઓની ગઠડીને પીંપળાના ઝાડની ડાળે લટકાવી પદ્માસન લગાવ્યું હતું; તો બીજાએ એજ ગઠડીને સમાજોત્થાનની ભાગીરથીમાં ડૂબાવી સંસારનું ડિડિમ બંધ કરી દીધું હતું. આ બંને નરરત્નોનું કર્મ કૌશલ્ય જગતના પ્રવાહથી તદ્દન નિરાલું હતું. આજે જ્યારે સાંસારિક આશા તૃષ્ણાઓના જોરદાર વાવાઝોડામાં જગત અટવાયેલું છે. તે સમયમાં તે જગતથી નોખા બે વ્યક્તિનું એકી સાથે દર્શન પ્રેરણાત્મક વાતાવરણનું સર્જન કરે છે. વ્યક્તિના વાણીવિલાસ કરતાં વ્યવહારનું સ્પષ્ટ દર્શન મન પર જે સંસ્કાર નાંખી શકે છે તેનું અભૂતપૂર્વ દર્શન અહીં થયું. અન્યત્ર તત્ત્વજ્ઞાન માત્ર સાંભળવા મળતું હોય છે; પણ અહીં તો તે અભિવ્યક્તિ રૂપે અવતરણ થયેલું જોવા મળ્યું. નિરીક્ષક - ગજાનન દવે ૦૭. સંઘ શાખા અને પૂ. ગુરૂ મહારાજ સંઘ શાખા સાથેનો પૂ. ગુરુ મહારાજનો નાતો સર્વ પ્રથમ સાવ સ્વાભાવિક રીતે થયો હતો. સંઘની દૈનદિન પ્રવૃત્તિમાં શાખા એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. દૈનંદિન શાખાના કાર્યક્રમ સ્વયં તેના સાંસ્કૃતિક લક્ષ્યને સ્પષ્ટ કરે છે. સંસ્કૃતિના અધિષ્ઠાન પર સંસ્કારના આદાન-પ્રદાન માટે સમાજના સંઘટનનું લક્ષ રા-સ્વ-સંઘ શાખાના પાયામાં રહેલું છે. એક સમયે ધુળેટીના દિવસે ગામના વાતાવરણથી અલિપ્ત એવા અરવડેશ્વરના સ્થાનમાં પ્રભાત શાખાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. બાલ-તરૂણ પ્રૌઢ બધા જ સ્વયંસેવકો ઘાણી-ચણાનો નાસ્તો સાથે લઈ વહેલી સવારે અંબાવાડીમાં એકત્ર થયા હતા. અને અરવડેશ્વર ઉપડી ગયા હતા. સવારના 10નો સમય હતો. સરવડેશ્વરનું મેદાન સ્વયંસેવકોની પ્રવૃત્તિથી ૧૧૦

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204