Book Title: Saral Sanskritam Prathama Author(s): Bhaktiyashvijay Publisher: Divyadarshan Trust View full book textPage 9
________________ સફર સંસ્કૃતની અનંત આકાશને આંબવા ાથતી, પવો લહેરાતી ઘજાઓ ! અર્જુના નાદને પેટાવતા અદ્ભુત શિખો ! અલકાપુરીને પણ શસ્ત્રાવે તેવી દેશસોની નગરી ! શત્રુંજય ઉપર શોભતા આ પરિસરો જોયા પછી ક્યો સશક્ત માણસ નીચે બેઠો રહે ? ‘જ્ય આદિનાથ’ના નાદ સાથે દરેક માણસ યાત્રા કરવા માટે લાલાયિત થયા વિના રહેતો નથી. હા ! નીચે રહેલા માણસને દાદા સાથે ભેટો કરાવનાર એક મહત્ત્વપૂર્ણ પરિબળ હોય તો તે છે સોપાન ! સંસ્કૃતની ઉદાત્તતા, ઉપયોગિતા અને ઉચ્ચતા જાણ્યા પછી દરેક વ્યક્તિ સંસ્કૃતાષાને માણવા અને સમજવા ઉત્સુક થાય જ છે. પણ, જરૂર છે સોપાનની ! જાણવા સમા જૈન શાસન સાક્ષ = સંસ્કૃતના શિખરોને આંબવા માટે અતિઉપયોગી એવા ભુવનભાનુ સંસ્કૃત શ્રેણિના પાંચ સોપાન રજૂ થતાં અત્યંત આનંદ અનુાવું છું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ શ્રીસિદ્ધહેTM શબ્દાનુશાસન રચી વિશ્વને એક અદ્ભુત હોટલું ધર્યું. એ વ્યાકરણ તેની અજ્ઞાપ ઊંડાઈથી પ્રયોગોની વ્યાપકતાથી અર્થની ગંભીરતાથી યથાર્થતાના રત્નોથી મહાસાગરો પણ શાવે તેવું છે. એટલે જ વર્તમાનકાલીન સધ્યા ક્ષયોપશનવાળા જીવો સાટે તેમાં સીધો પ્રવેશ દુષ્કર બન્યો છે. તેથી જ તેના વિકલ્પ સ્વરૂપે સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસ માટે જૈન શાસનમાં અન્ય-અન્ય પાઠયપુસ્તકો ઉપલબ્ધ થાય છે. છતાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા, તેમને પડતી ઝુશ્કેલીઓ જોઈ એક ઈચ્છા ઉત્પા થઈ કે સંસ્કૃતનું સમૃદ્ધ, સંપૂર્ણ અને સરળ એવું પાઠ્યપુસ્તક તૈયાર થાય તો સારુ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 304