________________
સુરેન્દ્રનગર તા ૧૮-૬-૮૦ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય દેવશી વિજયમાનતુલસીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણું.
લી. સેવક બાબુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી.
શ્રી હસ્તગિરિ તીર્થ અંગે આપને પત્ર લખેલ. તેના જવાબમાં આપશ્રીએ જણાવેલ કે ટ્રસ્ટ શાસ્ત્ર અને સિદ્ધાંત વિરૂદ્ધનું નહીં હોય. અને જે ભૂલ થઈ છે તે સુધારવા માટેના પ્રયત્ન ચાલે છે. તેના જવાબમાં એક ફરી પત્ર લખેલ, તે પત્રના જવાબમાં આપે એક ભાઈ મારફત સંદેશ મોકલેલ કે પત્ર મળે છે. તેને જવાબ હવે પછી જણાવીશ.” પરંતુ આપને જવાબ નહીં આવવાથી તેમ જ ટ્રસ્ટ સુધારવાની મહેનત કરવા છતાં સુધરી શક્યું નથી તેથી સેવકને ચિંતા થાય છે તે કૃપા કરી જવાબ આપશે.
હજુ સુધી ટ્રસ્ટ ન સુધરે તે જે પુન્યશાળીઓએ તેમાં લાભ લીધે છે અને હવે લેવાના છે તેઓને દેવદ્રવ્યના સિદ્ધાંતના નાશની ભાગીદારીમાંથી બચાવવા માટે સત્ય હકીકત જણાવવી જોઈએ કે કેમ અને જણાવવાથી શાસનને લાભ થાય કે કેમ અને તે માટે શું શું કરવું જોઈએ ?
દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરે તે દુર્ગતિમાં જ જાય તેમ મહાપુરુષ કહે છે. છતાં તે સિદ્ધાંતને નશ કરીને તીર્થના ઉદ્ધારના નામે તેમ જ લે કે બેધિબીજ પામશે તેવું કહીને તીર્થ ઉદ્ધાનું સુંદરમાં સુંદર કામ કરે તે તેની કઈ ગતિ થાય અને તેને જે પુન્ય બંધાય તે કયાં પ્રકારનું હોય?
જે ટ્રસ્ટમાં દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ થતો હોય તે ટ્રસ્ટ સરકારી કાયદા પ્રમાણે ટ્રસ્ટમાં ભૂલ માનીને સુધારવાના પ્રયત્ન કરે, પરંતુ જ્યાં સુધી તે ન સુધરે તે પણ મંદિરનું કામ ચાલુ રાખે તે સિધ્ધતિને નાશ કરે છે તેમ ગણાય કે કેમ અને તેથી શાસનને લાભ થાય કે કેમ?
દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરનારું ટ્રસ્ટ ન સુધરે ત્યાં સુધી તેને મદદ કરી શકાય કે કેમ અને જાણવા છતાં મદદ કરે તે ભય કર પાપના ભાગીદાર બને છે કેમ? શાસ્ત્રદષ્ટિએ નક્કી થયા પછી સત્ય હકીકત સંધને જણાવવાની જરૂર ખરી કે કેમ ? અને ન જણાવીએ તે તેના પાપના ભાગીદાર કેણ દેણુ ગણાય ?
તીર્થ ઉદ્ધારના નામે દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ થતું હોય તે છતી શક્તિએ તેને અટકાવવા પ્રયત્ન ન કરે તે તેને લાભ થાય કે કેમ ?
૬ / વિભાગ બીજે