Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 82
________________ ધન, લક્ષ્મી ને લાગવગ આજે છૂટે હાથે વપરાતાં હતાં. મગધેશ્વર મહારાજ શ્રેણિકે પણ પોતાના રાજભંડારો ખુલ્લા મૂક્યા હતા. રાજશાહી સાધનોનો ઉપયોગ છૂટથી થઈ રહ્યો હતો. ખુદ ઇંદ્ર પોતે અમરાવતી વીસરી જાય એવી શોભા રચાઈ હતી. મેતાર્ય માટે ચાર ઘંટવાળો અશ્વરથ આણવામાં આવ્યો હતો. રથના આગળના ભાગમાં સુંદર શિલ્પવાળા બે કળાયેલ મોર ચીતર્યા હતા. સુવર્ણરસ્યાં એના મોરપિચ્છમાં નીલમ જડ્યાં હતાં, અને એની ચાંચ સ્ફટિકની બનાવી હતી. મણિમુક્તાજડ્યું છત્ર હવાની મંદમંદ લહરીઓ સાથે ડોલી રહ્યું હતું. રથનાં ચક્રો પર રૂપેરી ઘૂઘરીઓ હતી. ચાર સુંદર અશ્વો ઊભા ઊભા મદથી જમીનને ખોતરી રહ્યા હતા. અને આવું જ દૃશ્ય રાજગૃહીને પાદર દેશદેશથી વરવા આવેલી કન્યાઓના વાસસ્થાનનું હતું. હય ને રથીના હણહણાટ ત્યાં નહોતા; પણ શાહી મહેમાનગૃહના આંગણામાં સાત સુંદર શિબિકાઓ ચતુર દાસદાસીઓને હાથે શણગારાઈ રહી હતી. કોની શિબિકા સર્વશ્રેષ્ઠ એની જાણ્યે-અજાણ્યે હોડ આદરી હોય એમ લાગતું હતું. સ્ફટિકની મૂર્તિઓ જેવી સાત સાત સુંદરીઓ વારે વારે આકાશ સામું જોતી શણગાર સજી રહી હતી. ગોરજ સમયે પ્રસ્થાન મુહૂર્ત હતું. મુગ્ધાવસ્થાની લાલપ તમામની દેહ પર રમી રહી હતી. કયા અંગને કઈ ઉપમા ઓપશે એની જ મૂંઝવણ થતી હતી. સૌંદર્યની સાકાર મૂર્તિઓ જેવી આ સુંદરીઓમાંથી કોઈ પોતાનાં સંપૂર્ણ વિકસિત કમળ જેવાં નેત્રોમાં કાજળની રચના કરતી હતી, તો કોઈ પોતાના સ્નિગ્ધ ને ફૂલગુલાબી કપોલકથળ પર કસ્તૂરી વગેરે સુંદર દ્રવ્યોની પત્રલેખા રચતી હતી. કદળીદળ જેવા કોમળ પગમાં ઘૂઘરીઓવાળા નુપૂર કમનીય કટીપ્રદેશ પર સુવર્ણ કટીમેખલા ને હસ્તમાં કાવ્યની એક એક પંક્તિ સમાં વલય પહેરી રહી હતી. વગર શૃંગારે સૌંદર્યનો અવતાર લાગતી સુંદરીઓ શૃંગારસૌષ્ઠવથી સ્વયં રતિસ્વરૂપ બની બેઠી હતી. સામાન્ય નજરે જોનારને પણ સ્વાભાવિક લાગતું કે કુમાર મેતાર્યનાં ભાગ્ય ખીલ્યાં છે. ધીરેધીરે સૂરજ પશ્ચિમાકાશમાં ઢળતો ચાલ્યો. ગગનમાં ગોખ પર મુગ્ધૌવના સંધ્યા પોતાની ગુલાબી લાલી પ્રસરાવતી ડોકિયાં કરવા લાગી. બરાબર આ વેળાએ ગુલાબી લાલીને ઝાંખી પાડતી આ સાત સુંદરીઓ શિબિકાઓમાં સ્થાન લેવા લાગી. સેવકોએ સુગંધી તેલોથી મહેકતી મશાલો પેટાવી. શિબિકાઓમાં હવાની લહેરોમાં મંદમંદ ઝૂલી રહેલા હીરામોતી ને સ્ફટિકનાં નાનાં નાનાં સુંદર ઝુમ્મરો એકાએક હજારો પ્રતિબિંબ પાડી ઊઠ્યાં ને એ શિબિકાની બેસનારીઓના ચહેરા પર તેજનાં અપૂર્વ કિરણો વેરવા લાગ્યાં. વાજિંત્રોના નાદે પ્રસ્થાનને વધાવી લીધું. 146 D સંસારસેતુ નગરના પ્રત્યેક આંગણાંમાં રંગોળી પૂરવામાં આવી હતી. આસોપાલવનાં તોરણો ને સુગંધી ઇન્નભર્યા દીપકોની દીપમાળ રચવામાં આવી હતી. ધનદત્ત શ્રેષ્ઠીએ પોતાના સાત ખોટના એકના એક સંતાન માટે દેશવિદેશમાંથી વિધવિધ દેહશોભા ધરાવતી કેવી સુંદરીઓ આણી છે, એ જોવાની સહુને અત્યંત ઉત્સુકતા હતી. ચિંતાજર્જરિત દેહવાળી વિરૂપા પણ આજે અત્યંત ઉત્સાહમાં હતી. ધનદત્તશેઠને ત્યાંથી તેડું આવી ગયું હતું. પણ હવે એણે મમતા સ્વચ્છંદે ચડે એવા પ્રસંગો ટાળવાનો નિર્ણય કર્યો હતો. એટલે એ પણ બજારમાં બેસીને જોવાની ઇચ્છા ધરાવતી હતી. ગોરજ સમય થઈ ચૂક્યો હતો. વાતાવરણ વરવહુના પ્રસ્થાનની જાહેરાત કરતાં વાજિંત્રનાદથી ગુંજી રહ્યું હતું, વિરૂપાએ જલદી કરી હતી, પણ ન જાણે માતંગને આવવામાં આજે વિલંબ થયો હતો. એ પરસાળમાં ઊભી ઊભી માર્ગ તરફ જોઈ રહી હતી. થોડીવારમાં મોટી ફલાંગો ભરતો માતંગ આવતો દેખાયો. માતંગ હવે અવસ્થામાં પ્રવેશતો હતો, પણ એનો રુઆબ જરાય ઓછો નહોતો થયો, બલ્કે રૂપસુંદર માતંગ હવે કંઈક ભવ્ય લાગતો હતો. ધોળી છાંટવાળાં એનાં ગૂંચળાવાળાં ઝુલ્ફાં અને રોહિણેયના હાથે કપાળમાં થયેલા ઘાનું લાંબું ત્રિશૂળ મનહર મેળ ખાતાં હતાં. એની સામે વિરૂપાચિંતાની જલતી ચિતામાં પોતાના દેહને રોજબરોજ શેકી રહેલી વિરૂપા કંઈક ફિક્કી, નિશ્ચેતન ને ઉમરવાન દેખાતી હતી. માતંગ આવ્યો ખરો, પણ એના મનમાં કંઈક ઘોળતું હતું. એની આંખમાં કંઈ આવી ભરાયું હોય એમ એ વારેઘડીએ આંખો ઉઘાડમીંચ કરતો હતો ને જાણે કોઈ નીરસતા અને થકવી રહી હોય તેમ બગાસાં ખાતો હતો. પોતાની આ સ્થિતિ વિરૂપા ન કળી જાય એ માટે પુરુષત્વસૂચક હાસ્ય લાવી એણે કહ્યું : “વિરૂપા, હવે તો તું ડોસી થઈ ગઈ લાગે છે !" “પણ તને ક્યાં ડોસા થવું ગમે છે ?” વિરૂપાએ નિરૂત્તર બનાવી દે તેવો સામો કટાક્ષ કર્યો. દંપતીઓની ભાષા ઘણીવાર સાદી નજરે અર્થહીન ને સામાન્ય લાગે છે, પણ એમાં ઊંડે ઊંડે ઘણો અર્થ ભરેલો હોય છે. વિરૂપાનો કટાક્ષ માતંગ સમજી ગયો, એણે ધીરેથી કહ્યું : “વિરૂપા, તું ડોસી થા એટલે મારે ડોસા બનવું જ રહ્યું ને ! પણ...” બોલતો બોલતો માતંગ થોભી ગયો. “પણ શું ? કેમ થોભી ગયો ?" “ોભી એટલા જ માટે ગયો કે આપણે પણ આ મૈતાર્ય જેવો એક પુત્ર હોત રંગમાં ભંગ D 147

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122