Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 102
________________ 22 જીવનની નવી જાતરા રોહિણેયના પ્રસંગ પછીથી મહામંત્રીના હૃદય પર દાસીન્યનો પડેલો મહાન પડદો ઘણા વખત સુધી ન ઊપડ્યો. એ દરમિયાન પોતાના પ્રિય મિત્ર મહાશ્રેષ્ઠી મેતાર્યનાં સાતે કન્યા સાથે લેવાયેલાં લગ્ન આનંદ સમાપ્ત થયાં. છતાંય એ આનંદનો પ્રસંગ એમના દિલને બહેલાવી ન શક્યો. અચિંત્ય મનાતી પોતાની શક્તિઓ એક સામાન્ય માણસ પણ કેવી રીતે વિફળ બનાવી શકે એની ગ્લાનિ એમના અંતરને સદાય ભરી રહેવા લાગી. પણ પ્રજાની સ્થિતિ જુદી હતી. પ્રારંભમાં રોહિણયની મુદ્રાપરિવર્તનની કુશળતાના પરિણામે એ ભુલાવામાં પડી, પણ એ પછી તો તેઓને વિશ્વાસ થયો હતો કે મહામંત્રી સિવાય પૃથ્વી પરનો કોઈ યોદ્ધો રોહિણેયને આમ ઝડપી શકે તેમ નહોતો; એને તેના છુટકારાના સમાચાર પછી પણ પ્રજા ભયવશ થવાને બદલે મગધના અંદલ ઇન્સાફની પ્રશંસા કરી રહી હતી. એ તો માનતી હતી કે આજે છૂટેલો રોહિણેય હવે રાજ ગૃહી સામે નજર નહિ નાખે, ને નાખશે તો હજાર માથવાળા મગધરાજ ને મહામંત્રી હવે એને પાછો જીવતો જવા નહિ દે. પણ પ્રજાની આ પ્રશંસા, આ વિશ્વાસ મહાઅમાત્યને કોરી ખાવા લાગ્યાં. એમના કર્તવ્યશીલ મનને લાગ્યા કરતું હતું કે બહેતર છે કે આ મહાન પ્રજાનું નેતૃત્વ તજી નિવૃત્તિ સ્વીકારવી. પણ આ વાત કોને કરવી ? એક વાર મગધરાજને કહેલી ત્યારે હોહા મચી ગયેલી. મગધરાજે પોતે પણ કહાવેલું કે મારી અનુજ્ઞા સિવાય આ માર્ગે ન જવું. ત્યારે શું જીવનનો આનંદ લૂંટાઈ જવા દેવો ! મહાઅમાત્યના જેવા જ પ્રશ્નો યુવાન મેતાર્યને જન્મી રહ્યા હતા. સુરસુંદરીઓ સમી સાત સાત પત્નીઓ પામીને સ્વર્ગલોક જેવાં સુખ ભોગવનારને એક વેદના સદાય સતાવી રહી હતી. લોકો ખુલ્લે મોંએ નહોતા બોલતા, પણ એમનાં અંતર હજીય આ પ્રગટ કુળહીનતાથી ભાગતાં હતા. તેઓને મનરાજગૃહીનો લાડીલો કુમાર હવે કંઈક અપ્રિય થતો હતો : તેઓએ આ બધા પ્રકરણને સાચી સમજ બુદ્ધિથી સમજવાને બદલે કોઈ નિગ્રંથોનું કાવતરું, કહ્યી લીધું હતું. આ કુળહીનતા કેમ ટળે ? પ્રજામાં આ પ્રત્યે આદર કેમ પેદા થાય ? પદદલિત શુદ્રતાને આ રીતે પડી રહેવા દઈએ તો નિરર્થક વિરોધ જ વળે જાય ! આવા વિચારોમાં માતંગનો પ્રશ્ન ઉમેરાયો : ધનદત્ત શ્રેષ્ઠી અત્યંત ઉદાર હતા, પણ માતંગને પોતાને ઘેર આશ્રય આપવાનું અતિ ભયંકર સાહસ તેઓ ખેડી શકે તેમ નહોતા. વિરૂપાના અકાળ અવસાન પછી મૂળથી લહેરી માતંગ બેદરકાર બન્યો હતો. એ પર્વતમાળાઓમાં ફર્યા કરતો, સ્મશાનોમાં સૂઈ રહેતો, ઊના પાણીના ઝરાઓની પાસેના પેલી બે સહિયરોના ચોતરાઓ પાસે આળોટતો. મહાશ્રેષ્ઠી મેતાર્ય સમજાવવા આવતા ત્યારે એ હસીને કહેતો : કુમાર, આવી આવી મોટી બડાશોમાં તો વિરૂપાએ જિંદગી ધૂળધાણી કરી. ઉપદેશ સાંભળવો જુદી વાત છે ને આચારણમાં મૂકવો જુદી વાત છે. અને જો બધાને મન ઉપદેશ મોટી વાત હતી, તો જ્યારે મેં જાહેર કર્યું કે મેતાર્ય મેતપુત્ર છે, ત્યારે બધાને અત્યાચ્ચર્યના અતિ ઘા કેમ વાગ્યા ? કુમાર, લોકો વાતો કરે છે કે સારામાં સારા ઉપાનહ હોય તો પણ માથે ન મુકાય, એ તો પગે પહેરાય.” મેતાર્ય પાસે આ ઘેલાની વાતનો કોઈ ઉત્તર નહોતો, એ નિરુત્તર બની પાછો વળતો, છતાં એમ પાછા વળ્યું એનું દિલ પાછું ન વળી શકતું. માતંગનું દુઃખ એને ઘેરી વળતું. આખરે માતંગને પાછો વાળવા મેતાર્યે એક દિવસ ધનદત્ત શેઠના ગૃહનો ત્યાગ કર્યો. મેતવાસના પડખે જઈને એ વસ્યો. દિલનો ડંખ વિચારવા એણે મેતકુલો તારવાની પ્રવૃત્તિ આરંભી. મેતોના ઉદ્યોગોને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું. શુદ્ધિ ને નિર્ભયતાના પાઠ શીખવવા માંડ્યા. પ્રજાએ આમાં સાથ ન પૂર્યો. કેટલાકોએ ખાનગીમાં ટીકા કરી કે, કાકપક્ષીને ગમે તેટલા હીરનીરમાં સ્નાન કરાવો, પણ કંઈ રાજ હંસ બની શકશે ! દૂધ અને પાણી અલગ કરી શકશે ? માટે રાજહંસ એ રાજહંસ ને કાગ તે કાગ. પણ આ ટીકા મેતાર્યને ન સ્પર્શી. એણે પોતાની પ્રવૃત્તિઓને વેગ મળે તે જોવાનું રાખ્યું. ધનદત્ત શ્રેષ્ઠી હવે નીરસ જીવન જીવતા હતા. દેવી જેવી પત્નીના અવસાન જીવનની નવી જાતરા 187

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122