Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 584
________________ ૫૬૩ 1751 - ૩ઃ આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી - 116 લોકો વાંચે તો એમને ઊંચાનીચા કરી મૂકે. આ ગ્રંથ રચનારને તો એ લોકો પણ મધ્યસ્થ માને છે. “પક્ષપાતો ન મે વીરે' લખનારાનો જ આ ગ્રંથ છે. એમના યુવકસંઘની પત્રિકાના મુખપૃષ્ઠ પર એ મહાત્માનું આ વાક્ય લખાય છે. એ મહાત્મા જ આ બધું કહે છે, પણ તે એમને જોવું નથી. એ લોકો તો જ્યારે આ જાણશે ત્યારે બોલી ઊઠશે કે, “આ ગ્રંથ હરિભદ્રસૂરિજીનો ન હોય,” કેમ કે એમને આ ફાવે નહિ. આ ગ્રંથ શ્રી હરિભ્રદ્રસૂરિજી મ.નો નથી એવું પુરવાર કરવા એ લોકો આકાશપાતાળ એક કરશે અને સેવવાં પડશે એટલાં પાપસ્થાનકો પણ એને માટે સેવશે. એમની દૃષ્ટિ જ ફાવતું લેવાની છે. જિનપ્રતિમાની વાતમાં શું શોધ્યું ? “પ્રતિમાનો ઝઘડો સં. ૧૫૦૯માં નીકળ્યો અને ત્યારે ખંડન થયું માટે મંડનની જરૂર પડી, અત્યારે મંડનની શી જરૂર ?' આવું એમણે શોધ્યું. એમને પૂછો કે ધાડ આવે ત્યારે જ પહેરો મૂકો છો કે પહેલેથી મૂકો છો ? જો પહેલેથી જ મૂકતા હો તો વગર ખંડનના પ્રસંગે પણ મંડન થાય જ. આ તો સર્વજ્ઞના દીકરા હતા. વિરોધીની પણ કલ્પનામાં ન હોય એવી વાત ખાસ ઉપસ્થિત કરીને એનું ખંડન કરે એવા એ સમર્થ હતા. બાકી તો બે-ચાર દલીલ ઊભી કરે. પણ આ તો એવા વિદ્વાન કે વાદી જે શંકા ન કરે તે બધી પોતે ઊભી કરે અને પછી ખંડન કરે. મકાન બાંધે ત્યારથી જ ગૃહસ્થ બારણાં, નકુચા, સાંકળ વગેરે કરાવે છે. એ રીતે ખંડન પહેલાં પણ મંડન હોય જ. ડગલો સીવડાવે ત્યારથી જ ખિસ્સાં રખાવાય છે. પૈસો મળે ત્યારે ખિસ્સાં મુકાવવાં એવો નિયમ ન હોય. એ લોકો કેવા બુદ્ધિવાળા છે ? ગ્રંથની વાત જાણશે ત્યારે કહેશે કે, “આ સાધુઓ ક્યાંથી આવું બધું લાવે છે ?” પણ એ હોશિયાર એવા કે જેવું વાતાવરણ જુએ તેવી વાતો ફેલાવવા મંડી પડે. આપણે શ્રી નંદીસૂત્ર વાંચવા માંડ્યું એટલે પહેલાં તો ઘોંઘાટ કર્યો કે આવું કશું છે જ નહિ. પણ પછી તો એક માસિકમાં પણ લેનારે લેવા માંડ્યું એટલે ઠંડા થઈ ગયા. - - - - સભા: ‘એમના ગુરુઓને આ ખબર નહિ હોય ? અજ્ઞાન જાતિના ચોરને કાયદાની ખબર ન હોય. પણ એના સાથીદારોને તો બધી ખબર હોય. પણ પોતાનો ભાગ પડતો હતો એટલે જ્ઞાન અવરાઈ ગયું. એ તો જ્યારે હાથકડી પહેરવાનો વખત આવે ત્યારે યાદ આવે. ચોરીનો માલ રાખવામાં અને ખોટા દસ્તાવેજ લખવામાં શિક્ષા ભયંકર છે એમ બધા જાણે છે. પણ લોભના માર્યા એવાં કામ કરે છે ને ? માલ તિજોરીમાં મુકાય અને અચાનક ચાર પોલીસ આવતા દેખાય ત્યારે કાયદો યાદ આવે. અત્યાર સુધી લોભે જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630