Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 614
________________ 1781 – ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 – – ૫૯૩ પ્રતિક્રમણમાં પાપનું ખંડન રોજ ચાલુ જ છેઃ ખંડન વિના મંડન થઈ શકતું નથી. અયોગ્યના નાશ વિના યોગ્યનો પ્રકાશ કઈ રીતે થાય ? સૂર્યના આવતાં પહેલાં અંધકારે જવું જ જોઈએ. અંધકાર રહે અને આવે તો એ સૂર્ય જ નહિ. વકીલ પણ સામાનું ખંડન કરીને જ પોતાના અસીલની વાત માંડે છે. ખંડન વિના મંડન કરવાની વાત કરનારા જુઠ્ઠા છે. વિરોધીઓ એવી બૂમો ભલે મારતા. પણ ખંડન વિનાનો એમનો એક પણ લેખ તો લાવો ! આ તો એવી વાત કરે છે કે, જ્યાં કચરાના ઢગલા પથરાયેલા પડ્યા છે તેને સાફ કર્યા વિના બીજ વાવો. એ રીતે બીજ વવાય ? મૂર્ખ ખેડૂત હોય તો વાવે. પોતાના કીમતી બીજનો નાશ કરી, સડો કરી ગામમાં મરકી ફેલાવવી હોય તે એવી રીતે વાવણી કરે. બાકી તો મહિનાઓ પહેલાં જમીનને સાફ કરવી પડે, ઘાસ ઉખેડવું પડે, ન ઊખડે તેવા ઘાસને સળગાવી બાળી નાંખે, પછી હળ ફેરવે, જમીનને એવી પોચી બનાવે કે પગ મૂકતાં જ એમાં પગ ખેંચી જાય, જાણે કે રાજા મહારાજાની શય્યા. તે પછી એમાં બીજ વાવે. જમીનમાં હળ ફેરવ્યા વિના બીજ વવાય નહિ. ખંડન વિના કદી મંડન થાય નહિ. શાસ્ત્રકારે સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વનો ભંજક કહ્યો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના અશુભ યોગોને ટાળે, ખંડે, ત્યાગે, નિંદે, ગર્વે તે સમ્યકત્વી; વિરતિ, સમતા અને યોગોની શુભ પ્રવૃત્તિ પામી મુક્તિને સાધે. શ્રી જિનવિજયજી મહારાજા કહે છે કે – : “આતમ સત્તા હારી, સંસારે હું રમ્યો, : મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દયો.” રોમ રોમ મિથ્યાત્વ અને અવિરતિ ભરેલાં હોય એને તજ્યા વિના સમ્યગ્દષ્ટિ ભવાંતરે પણ ન થવાય. મિથ્યાત્વ પ્રત્યે વૈર જાગ્યા વિના, એને નિદ્યા વિના, ગુરુ સમક્ષ એની ગર્તા કર્યા વિના સમકિત આવે ક્યાંથી ? હિમાંકિ, નિંfમ, રિદમ, અMા વોસિરામિ એ શું છે ? એ ખંડન નથી ? પ્રતિક્રમણમાં એ ખંડન રોજ ચાલુ છે. પાપ વિશિષ્ટ આત્માના ત્યાગ સુધ્ધાંની ત્યાં તો વાત છે. ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ આદિ દરેક ક્રિયામાં “ઇરિયાવહિ” પહેલી જ હોય. અશુદ્ધિ ગયા વિના શુદ્ધિ આવે નહિ, અજ્ઞાનના નાશ વિના જ્ઞાન આવે નહિ, મૂર્ખાઈ ગયા વિના ડહાપણ આવે નહિ, દારિદ્રય ગયા વિના શ્રીમંતાઈ આવે નહિ, અયોગ્યતાને કાઢ્યા વિના સુયોગ્યતા આવે નહિ, માટે આ વિષયમાં આડું બોલનારા દહીં-દૂધિયા છે, ખોટું માખણ લગાડનારા છે, એવાઓ કદી તત્ત્વ ન પામે. પામવાનો ડોળ ભલે કરે, પણ પામ્યા નથી એ નક્કી સમજવું.

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630