________________
પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૭,
યોગ્ય નથી, તેમજ મનથી પણ તેની સાથે પ્રીતિરૂપ રાગ ધરવા યોગ્ય નથી, કારણકે “સ્વાધીનો હિ વિનાશ: સુશીનસંસરા' - કુશીલ સાથેના સંસર્ગ-રાગથી વિનાશ નિશ્ચય કરીને સ્વાધીન હોય છે. શાને લીધે ? બંધહેતુપણાને લીધે – “વધદેતુત્વત’ - કુશીલ સાથેનો રાગ-સંસર્ગ બંધહેતુ થઈ પડે છે તેને લીધે. કોની જેમ ? જેમ કુશીલ એવી મનોરમ - અમનોરમ (મનોજ્ઞ-અમનોશ, સુંદર-અસુંદર) હસ્તિની
કુટ્ટિની સાથેનો રાગ-સંસર્ગ હસ્તીને બંધહેતુ થઈ પડે છે તેમ - કુશીલ મનોરમ - અમનોરમ શીતમનોરમમનોરમ કરેપુષ્ટિનીર સંવત્ | જંગલી હાથીને બંધનમાં હાથણીનું દાંત આણવા માટે એક મોટો ખાડો ખોદે છે ને તે પર તૃણ - માટી આદિનું
આચ્છાદન કરે છે અને બાજુમાં બનાવટી હાથણી ઉભી રાખે છે. હાથણીના રાગથી ખેંચાઈને હાથી દોડે છે, તે ખાડા પરથી પસાર થતાં તે ઉંડા ખાડામાં પડી જાય છે. ત્યાં તેને થોડા દિવસ ભૂખ્યો - તરસ્યો રાખી મૂકી ઢીલો કરે છે અને પછી તેને બંધનથી બાંધી અંકુશમાં આણે છે. આમ કુશીલ એવી “મનોરમ–અમનોરમ' - સુંદર - અસુંદર હસ્તિની કુટિનીના રાગ - સંસર્ગથી જેમ હાથી પરાધીન બની મહાબંધન દુઃખને પામે છે, તેમ કુશીલ એવા શુભ – અશુભ કર્મના રાગ - સંસર્ગથી જીવ પણ “પરાધીન’ બની મહાબંધન દુઃખને પામે છે. એટલા માટે જ જ્ઞાની ભગવાને એ શુભાશુભ બન્ને કશીલનો અત્ર નિષેધ કર્યો છે.'
આકૃતિ
- હાથણી
મનોરમ અમનોરમ
મ રાગ કરી મ સંસર્ગ કર
કુશીલ કર્મ પર
શુભ કુશીલ અશુભ કશીલ
મ રાગ કર મ સંસર્ગ કર
જેને જેવો સંગ તેને તેવો રંગ લાગે, સુસંગથી સુરંગ લાગે, કુસંગથી કુરંગ લાગે અને શુભાશુભ
બન્ને પ્રકારના કર્મ કુશીલ છે, એટલે તેનો સંગ કુસંગ છે અને તેના સંગથી આંબો અને નિબા: કુરંગ લાગે, માટે તે બન્નેનો સંગ કરવા યોગ્ય નથી. આવશ્યક નિર્યુક્તિમાં મધર જલ શ્રી ભદ્રબાહુ સ્વામીએ સુંદર દષ્ટાંત” આપ્યા છે તેમ - (૧) આંબાના અને
લીંબડાના બન્નેના મૂળ સમાગમમાં આવ્યા, એટલે સંસર્ગથી આંબો વિનષ્ટ થઈ લિંબડાપણું પામ્યો. (૨) જેમ મીઠું પાણી સમુદ્રના પાણીને ક્રમે કરીને પ્રાપ્ત થયું, તે મેલણ દોષના અનુભાવથી લવણ ભાવને પામ્યું (ખારૂં બન્યું), એમ શીલવંત એશીલવંત સાથે મળતાં મેલણ દોષના અનુભાવથી ગુણ પરિહાનિ પામે છે. અને એટલે જ અત્રે શુભ કહેવાતા પુણ્ય કર્મને તેમજ અશુભ કહેવાતા પાપ કર્મને બન્નેને કુશીલ
કહી, તે કુશીલના સંસર્ગ-રાગથી વિનાશ “સ્વાધીન' કહ્યો છે, કારણકે તે સર્વ પરવશ ટુઃઉં, બન્ને પરભાવ રૂપ છે અને જ્યાં પરભાવનો સદ્દભાવ (હોવાપણું) છે ત્યાં સર્વનાત્મવશ કુલ' સ્વભાવનો અભાવ છે, એટલે આત્મસ્વભાવ સુખના અભાવને લીધે વિનાશ
સ્વાધીન બને છે, ત્યાથીનો વિનાશ | વળી સ્વવશ તે સુખ અને પરવશ "अंबस्स य निंबस्स य दुहंपि समागयाई मूलाई । संसग्गीइ विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥ जह नाम महुरसलिलं सायरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं मेलणदोसाणुभावेणं ॥ एवं खु सीलवंतो असीलवंतेहिं मीलिओ संतो । પવેદ યુરિટર્ષ બેનરો સામાન ” - શ્રી આવશ્યક નિર્યુક્તિ
૨૧