________________
, રકપ
રાગને છોડો તીખું–મોળું હોય તે ચલાવી લે છે. તેને વધારે વસ્તુઓની જરૂર પડતી નથી. જે ડી વસ્તુઓ મળે છે, તેનાથી પણ તે સંતેષ અનુભવે છે. જ્યારે સ્વાદની આસક્તિવાળાને તીખી-તમતમતી અને લિજજતદાર અનેક પ્રકારની વાનગીઓ જોઈએ છે અને તેમાં જરાયે ફરક હોય તે તરત મેટું મચડે છે, ઝઘડો કરે છે કે ભાણું પાડે છે. અનેક પ્રકારની મીઠાઈઓ, શાકભાજી, ચટણી, રાયતાં, અથાણાં, પાપડ વગેરે આરોગવા છતાં નવી નવી વસ્તુઓ ખાવાની ઈચ્છા રહ્યા કરે છે અને તે ન મળતાં અસંતોષ અનુભવે છે.
જેને રવાદની આસક્તિ નથી, તે સમયસર ખાય છે, અને પ્રમાણસર ખાય છે, જ્યારે સ્વાદની આસક્તિવાળા ગમે ત્યારે ખાય છે અને ગમે તેટલું ખાય છે, તેથી વિવિધ પ્રકારના રોગે તેમને પીછો પકડે છે અને તેમને હાલ બેહાલ કરી નાખે છે.
જેને સ્વાદની આસક્તિ નથી, તે અભક્ષ્યને ત્યાગ કરી ભક્ષ્યનું જ ભેજન કરે છે, જ્યારે સ્વાદની આસક્તિવાળાને ભક્ષ્યાભણ્યનું ભાન રહેતું નથી, તેઓ અભક્ષ્ય ખાવા પણ લલચાય છે અને એમ કરતાં અભક્ષ્યજી બની પશુ જેવું જીવન ગુજારે છે, દારૂ, માંસ, મય, ઇંડાં એ બધી અભક્ષ્ય વસ્તુઓ છે, છતાં તેને ભદ્ર સમાજમાં પણ ઉપગ થવા લાગે છે, એ શું સૂચવે છે? આપણી–સ્વાદ લાલસા બેફામપણે આગળ વધી રહી છે, તેનું એ પરિણામ છે.
રસ કે સ્વાદની આસક્તિ અંગે પ્રાચીન શામાં