________________
દ્વેષને યો
૨૫૭
વાત કરીશ ? કોનું માઢું જોઇને રાજી થઇશ ? વળી આપણા પાડોશીઓ ખૂબ નટખટ છે. તે તમે કયાં જાણતા નથી ? માટે તમે અને તેટલા વહેલા આવજો.
સુભટ રાજાની સાથે ગયા અને કુરંગી એકલી પડી. આ વખતે તેના મનમાં પરપુરુષને ભોગવવાની ઈચ્છા જાગૃત થઇ, તેથી એ ગામમાં ચંગા નામના એક યુવાન અને રૂપાળા સોની હતા, તેને ઘરેણાં ધાવડાવવાનાં બહાના તળે પોતાના ઘરે એલાવ્યા અને એકાંતમાં લઈ જઈને કહ્યું ઃ - હું યુવાન ! તું રૂપ અને કલાનેા ભંડાર છે, તેમ હું પણુ નવયૌવના અને રંગીલી છું, માટે તુ કથ્યુલ થા તે! આપણે સંસારના લહાવા લઇએ. ’જો તુ મારી આ માગણી કબૂલ નહિ કરે તો હું આપઘાત કરીશ અને તેનું પાપ તાસ કપાળે ચોંટશે.’
:
ચંગો બદમાશ હતા અને બધી વાતે પૂરી હતા. સાત મહાવ્યસના પૈકીનુ કાઈ પણ મહાવ્યસન એવું ન હતું કે જેનું તે સેવન કરતુ ન હેાય. તેણે કહ્યું: ‘ જારકમમાં ઘણું જેખમ રહેલું છે, છતાં તેમાં હું સંમત થાઉં છું, કારણ કે મારા શિરે સ્ત્રીહત્યાનું પાપ ચાંટે, તે હું જરા પણ ઇચ્છતો નથી. ' પછી તે અને શ્રેષ્ટ ભોગવિલાસ કરવા લાગ્યાં અને મનગમનતુ ધન ઉડાવવા લાગ્યાં.
એવામાં એક દિવસ સુભટના સદેશે। આવ્યો કે હું ચાર રાજમાં ઘરે આવું છું.’ એટલે ચ’ગાએ સમજાવી-પટાવીને તેની પાસે બાકી રહેલી બધી વસ્તુઓ પડાવી લીધી.
સા, ૧૭