Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 29
________________ પરમાણુઓના પરિણામો-પર્યાયો છે. ઘડો ઘડા તરીકે àકાલિક અસ્તિત્વ ધરાવતો નથી, પણ પુદ્ગલરૂપે સૈકાલિક છે. જીવ મનુષ્ય-દેવ વગેરે રૂપે àકાલિક નથી, પણ જીવરૂપે સૈકાલિક છે. - - આ તમામ દ્રવ્યો સ્વપર્યાય અને પરપર્યાય દ્વારા સર્વ દ્રવ્યમય છે.દા.ત. એક યુગલ પરમાણુ ત્રણે કાળમાં જે-જે પરિણામો પામ્યો, પામી રહ્યો છે ને પામશે તે બધા એના સ્વપર્યાય છે. ને ત્રણે કાળમાં એ જે પરિણામો પામવાનો જ નક્ષી, એ બધા એના માટે પરપર્યાય છે, જેમ કે એ તેવા-કેવા પુદ્ગલ સ્કંધોમાં જોડાઇને ઘડો-કપડો વગેરે પર્યાય પામ્યો-પામશે, એ બધા એના સ્વપર્યાયો છે. પણ એ કદી જીવત્વ, સિદ્ધિત્વ વગેરે પરિણામો પામશે નહીં, તેથી એ બધા એના માટે પરપરિણામો છે અથવા દેવપણું, મનુષ્યપણું એના પર્યાયો નથી, તેથી એ બધા પરપર્યાયો છે. પોતાના પર્યાયો સાથે એનો અસ્તિત્વ (હોવું, થવું) સંબંધ છે ને પરપર્યાયો સાથે એને નાસ્તિત્વ ન હોવું, ન થવું) સંબંધ છે. એ પુદ્ગલરૂપ હોવા છતાં ધર્માસ્તિકાય આદિના ને જીવના પણ તમામ પર્યાયો સાથે નાસ્તિત્વ સંબંધથી જોડાયેલો છે. અર્થાતુ-એ પર્યાયો નાસ્તિત્વસંબંધથી એના પર્યાયો છે. અહીં સમજવા માટે એક કાલ્પનિક દૃષ્ટાંત લઇએ... રમણભાઇ શ્રીમંત છે. મગનભાઇ શ્રીમંત નથી. એટલે કે રમણભાઇમાં શ્રીમંતાઇનો ભાવ છે ને મગનભાઇમાં શ્રીમંતાઇનો અભાવ છે. હવે આ ભાવ અને અભાવ બંનેને સંબધિરૂપ ગણીએ, તો એમ કહી શકાય કે રમણભાઇમાં ભાવસંબંધથી શ્રીમંતાઇ છે ને મગનભાઈના અભાવસંબંધથી શ્રીમંતાઈ છે. જેનદાર્શનિકો આ ભાવસંબંધ અને અભાવસંબંધને જ ક્રમશઃ અસ્તિત્વ સંબંધ અને નાસ્તિત્વ સંબંધ તરીકે ઓળખાવે છે. આમ રમણભાઇ ને મગનભાઇ બંનેમાં શ્રીમંતાઈ છે, એકમાં ભાવસંબંધથી ને બીજીમાં અભાવસંબંધથી. એ જ રીતે રમણભાઇ ગરીબ નથી, મગનભાઇ ગરીબ છે. તેથી બંનેમાં ગરીબાઇ તો છે જ, રમણભાઇમાં અભાવ સંબંધથી ને મગનભાઇમાં ભાવ સંબંધથી. પ્રમાણ દ્રવ્યમાત્રના પૂર્વકાળસંબંધથી, વર્તમાનકાળસંબંધથી અને અનાગત-ભાવીકાળ સંબંધથી જે-જે પર્યાયો હોવા સંભવે છે, તે-તે પર્યાયોને સ્વપર્યાયરૂપે જ-અસ્તિત્વ સંબંધથી જ સ્વીકારે છે. - ૧૨ - - અનેકાંતવાદ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84