Book Title: Samadhino Pranvayu
Author(s): Vijayajitshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 64
________________ સ્વીકાર અનેકાંત છે. - પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિએ કહ્યું છે. “જાવઇઆ વયણપહા તાવઇઆ નયા'. અહીં વચનપથો એટલે વસ્તુના ધર્મસ્વરૂપને સૂચવતા વચનો. આવા દરેક વચન નયરૂપ છે, વસ્તુના તે-તે એક સભુત ધર્મ-સ્વરૂપના સૂચક બને છે. એટલું સમજી લેવાનું કે જે વચન વસ્તુના એકાદ પણ સ્વરૂપનું સૂચક ન હોય, તે નયરૂપ પણ નથી. તેથી જ આકાશકુસુમને સત્ કહેતું વચન નયરૂપ ગણાય નહીં. પણ આ નયવચન મિથ્યાવચન એટલા માટે બને છે કે એમાં અન્યાંશોનો નિષેધક કાર હોય છે. આમ તો વ્યાકરણના નિયમ મુજબ દરેક વાક્ય સાવધારણ = જકારયુક્ત જ હોય. જ્યાં સાક્ષાત્ જકાર ન હોય, ત્યાં અધ્યાહારથી સમજી લેવાનો હોય છે. પણ જ્યારે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન કરાવનાર વચનમાં જકાર અન્યયોગવ્યવચ્છેદ કરે છે, એટલે કે વસ્તુમાં એ સિવાયના બીજા ધર્મોના નિષેધરૂપ બને છે, ત્યારે એ નય દુર્નય બને છે ને મિથ્યાવાદ ગણાય છે. સમ્યકત્વી પણ વચન બોલે છે ત્યારે એકાદ ધર્મ આગળ થતો હોવાથી નયવચન બને, પણ એમાં કાર અયોગવ્યવચ્છેદક હોય છે. એટલે કે વસ્તુમાં એ ધર્મના સ્વીકારરૂપ બને છે, અન્ય ધર્મો માટે ઉદાસીન રહે છે, તેથી એ નયરૂપ બને છે. પણ જ્યારે એ વચનને સાથે સ્થાયુક્ત કરે છે, ત્યારે વચનથી એક ધર્મનો સાક્ષાત ઉલ્લેખ હોવા છતાં અર્થતઃ બીજા ધર્મોનો પણ સમાવેશ કરતો હોવાથી એ પ્રમાણ વચન થાય છે. તેથી જ પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિએ પ્રભુસ્તવનારૂપ બત્રીશીમાં કહ્યું છે કે, જ્યારે નયો સાયુક્ત બને છે, ત્યારે જેમ લોખંડ સુવર્ણરસના સ્પર્શથી સોનું બને છે, એમ નયો સાહ્ના સ્પર્શથી પ્રમાણરૂપ બને છે. - પૂજ્ય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં તેથી જ કહ્યું છે કે જેનમતે વાક્ય જેમ જકારયુક્ત હોય છે, એમ “સ્યાયુક્ત પણ હોય છે. એટલે કે દરેક વાક્ય જકારયુક્ત અને સ્વાદ્યક્ત એમ બંને યુક્ત હોય છે. એમ કલ્પી શકાય કે જે વાક્ય જકારનો નિષેધ કરી માત્ર ચા યુક્ત હોય, તે વાક્ય સંભાવના બતાવે છે, સંશય બતાવે છે. દા.ત. ઘટો નિત્યઃ સમાધિનો પ્રાણવાયુ - ૪૭ -

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84