Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 247
________________ છંદના સામાચારી વસ્તુની ના પાડી હોય અને એટલે જરાક તેલ-મરચાવાળું શાક આવે એટલે એ ગ્લાનાદિ ના પાડી દે. દૂધ અને તેલ ભેગા વાપરવાની ના પાડી હોય એટલે શાક ખાઈ ચૂકેલો ગ્લાન દૂધના બે પાંચ ટીપાવાળી તરપણી ધોવાની પણ ના પાડી દે. શરીર વધારે બગડી જવાના ભયથી અડધી રોટલી પણ ખપાવવા માટે ન લે. આવી બધી પરિસ્થિતિમાં જો વૈયાવચ્ચી બોલી દે કે, “આટલામાં શું વાંધો આવે ? તમે ખોટી શંકા કર્યા કરો છો ? હું કહું છું કે કંઈ તબિયત નહિ બગડે. બગડશે તો સેવા કરનારો હું બેઠો છું.” તો ગ્લાનને આ બિલકુલ ન ગમે. આ વખતે મુખ ઉપરની રેખા પણ બદલ્યા વિના, સહેજ પણ અરુચિભાવ દેખાડ્યા વિના એને અનુકૂળ થવું એ મોટી ગંભીરતા છે. અવસરે શાંતિથી બધું સમજાવી શકાય. હવે “વૈયાવચ્ચીએ ધીરતા ગુણ કેળવવો જોઈએ.” એ વાત વિચારીએ. સામાન્યથી એ કહેવત છે કે “કામ કરે એનાથી ભુલો થાય જ. જે ચાલે એને ઠોકર વાગવાની શક્યતા છે જ.” એમાં ય ગોચરીની ભક્તિ ક૨વાનું કામ તો એવું છે કે એમાં ભાગ્યે જ કોઈક દિવસ ભુલ વિનાનો જતો હોય. આવા વખતે બાકીનાઓ તો એ વૈયાવચ્ચીને જેમ તેમ બોલે એ શક્ય છે. તે વખતે વૈયાવચ્ચીએ બરાબર સહન કરવું જોઈએ. પાલિતાણા ચાતુર્માસમાં એક વૃદ્ધ સાધુએ ૪૫ ઉપવાસ કર્યા. ચાલીસ સાધુઓમાંથી મુખ્ય એક સાધુને એમની વૈયાવચ્ચની જવાબદારી સોંપાયેલી. ૪૫ દિવસ ખૂબ જ ભક્તિભાવથી એમણે સેવા કરી. જરાક પણ ઓછું ન આવવા દીધું. સંયમીઓ પણ એમના વૈયાવચ્ચની મુક્ત કંઠે પ્રશંસા કરે. પણ પારણાના દિવસે એ વૃદ્ધ સાધુ એકલા દર્શન કરવા નીકળ્યા. વૈયાવચ્ચી સંયમી કંઈક અગત્યના કામને લીધે બે મિનિટ મોડા પડ્યા. હવે એ તપસ્વીને રસ્તા ઉપરથી એકલા પસાર થતા ગુરુએ જોયા. એમણે તરત વૈયાવચ્ચીને બોલાવ્યો. “અલા ! તને કંઈ ભાન છે ? આ સાધુ ૪૬માં દિવસે એકલો જાય એમાં આપણી ઈજ્જત શું ? અને રસ્તામાં ચક્કર આવી જાય તો ? તને કંઈ તપસ્વીની પડી જ નથી ?” એક અક્ષર પણ પ્રતીકાર કર્યા વિના એ મુનિરાજે ઠપકો સ્વીકારી લીધો. આનું નામ ધીરતા ! એ મુનિ ધારત તો સામે કહી શકત કે “૪૫ દિવસ મેં ખડે પગે સેવા કરી એનું કંઈ જ નહિ ? અને આજે મારી એક નાનકડી ભુલ થઈ, એનો આટલો બધો ઠપકો ! બાકીના સાધુઓએ સેવા ય નથી કરી. છતાં એમને એક અક્ષર પણ કહેવાનો નહિ. આ કઈ જાતનો ન્યાય છે ?’પણ જો આવું તે કરત તો તે વૈયાવચ્ચગુણને ગુમાવી બેસત. એમ પણ આવા વખતે વૈયાવચ્ચીને આ વિચાર આવી જ જાય કે “એક તો તન તોડીને વૈયાવચ્ચ કરવાની અને ઉપરથી ગાળો ખાવાની. એના કરતા હવે વૈયાવચ્ચ જ કરવી નથી.” આવો વિચાર કરે એ અધીર ગણાય. સંયમીએ ધીર જ બનવું પડે. આવું તો ઘણું બને. વૈયાવચ્ચી સાધુથી કોઈકવાર વધારે ગોચરી આવી જાય, કોઈકવાર ગોચરી લાવવામાં મોડું થઈ જાય. ક્યારેક અનુકૂળ ગોચરી ન મળે. એમાં પણ જે વૈયાવચ્ચીનું પુણ્ય ઓછું હોય એ તો ગચ્છ માટે ઘસાઈ જાય તો ય સર્વત્ર નિંદા-તિરસ્કારને પાત્ર પણ બને. આ ઘણી બધી વિચિત્રતાઓમાં લેશ પણ સહનશીલતા ન ગુમાવવી. “મારે મોક્ષ મેળવવો છે. અને એ કંઈ સહેલો નથી. એ માટે આ બધું સહન કરવું જ પડશે' એવો દૃઢ સંકલ્પ કરી વૈયાવચ્ચ કરતા જ રહેવી. પોતાની ભુલો સુધારવાનો પ્રયત્ન પણ કરતાં જ રહેવો. આમ વૈયાવચ્ચીમાં ગંભીરતા અને ધીરતા જોઈએ એ વાત આપણે વિચારી. એમ ગ્લાન, બાલાદિ જે વૈયાવચ્ચ લેનારાઓ છે. તેઓમાં પણ આ જ બે ગુણો જોઈશે. વૈયાવચ્ચી ક્યારેક મોડી ગોચરી લાવે, એ વખતે ગ્લાન વગેરેને થોડીક તકલીફ પડી પણ હોય. પણ જો તેઓ મોઢા ઉપર ખેદ બતાડે, “તમે બહુ મોડું કરો છો ? અમારો જરાક વિચાર કરો.” એમ બોલી દે તો સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૭ ૨૪૨

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278