Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 261
________________ EEEEEEEEEEEEEEEEEEE s ઉપસપ સામાચારી હું અનાચાર છે. એટલે અહીં પણ જ્યાં પાઠ લેવાનો હોય ત્યાં કાજો બરાબર લેવો જોઈએ. (૨) કાજો લીધા બાદ સંયમીઓએ વિદ્યાગુરુનું અને સ્થાપનાચાર્યનું એમ બે આસન તૈયાર કરવા જોઈએ. વિદ્યાગુર આસન લઈને આવે અને તે જાતે પાથરે એ તો સુસંયમી વિદ્યાર્થીઓ માટે કલંક કહેવાય. છે સ્વયં વિદ્યાગુરુનું આસન પાથરી લે. એમ ઉંચા સ્થાને સ્થાપનાચાર્યજી પણ યોગ્ય રીતે મૂકે, શિષ્ય : સ્થાપનાચાર્ય વિના વાચના ન અપાય ? ગુરુઃ ના. સ્થાપનાજી વિના વાચના આપનાર ગુરુ દોષના ભાગીદાર બને છે. પાઠ-વાચના વગેરે વખતે છે સ્થાપનાજીની હાજરી હોવી જોઈએ. (૩) વિદ્યાર્થી સંયમીઓએ ગુરના આસનની પાસે જ બે પ્યાલા રાખી મુકવા. એકમાં રાખ ભરેલી હોય છે છે જેથી ગુરુ એમાં કફ વગેરે કાઢી શકે. અને બીજો પ્યાલો ખાલી હોય. ગુરુને માત્રુ લાગે તો તરત એમાં માત્ર 8 કરી તરત પાછો પાઠ ચાલુ રાખી શકે. # શિષ્ય : આ રીતે નજીકમાં પ્યાલા મુકવાની શી જરૂર ? ગુરને કફ નીકળશે તો ઉભા થઈને જ્યાં રાખે છે પડી હશે ત્યાં જઈ કફ કાઢી, પાછા આવીને પાછી વાચના આપી શકે છે. એમ માત્ર લાગે તો ય ઉભા થઈ છે છે માત્ર કરી આવે. અને ફરી પાછી વાચના આપે. જ ગુરુઃ રે ! આમાં તો ઘણો સમય બગડે. ઉભા થવું, પ્યાલાના સ્થાન સુધી જવું, થુંકવું કે માત્ર કરવું... છે એમાં સમય ઘણો જાય. બે ય પ્યાલા નજીકમાં જ હોય તો તો આ સમય ન બગડે. પાઠ વધારે થાય. શિષ્યઃ એમાં વળી સમય શું બગડે? પ્યાલા કંઈ કીલોમીટર દૂર નથી પડ્યા. ૧૫-૨૦ ડગલા ચાલવા 8 પડે. વધુમાં વધુ એક કે બે મિનિટ થાય. એમાં વળી શું આસમાન તુટી પડવાનું છે? ગુરુ શિષ્ય ! આ શ્રુતજ્ઞાનની કિંમત તને ખબર નથી માટે આમ બોલે છે. એની તો સેકંડ સેકંડ અત્યંત છે અણમોલ ગણાય. તું ૬૦-૬૦ સેકંડો બગાડવા તૈયાર થાય એ મને તો યોગ્ય નથી લાગતું. મને તો શ્રતજ્ઞાનની એટલી બધી ધગશ છે કે એક સેકંડ પણ ન બગડે એની મને ચિંતા હોય છે. મને શું? કોઈપણ સુસંયમી, હળુકર્મી # આત્મા શ્રતજ્ઞાનપ્રાપ્તિની એક પણ ક્ષણ નકામી ન જ જવા દે. શિષ્ય : પણ, ગુરુને કફ ન નીકળતો હોય તો ય કફનો પ્યાલો મુકવાનો? વળી સામાન્યથી એવો નિયમ છે છે છે કે પાઠાદિ આપતા પહેલા જ ગુરુ માત્રુ કરી લે. પછી જ પાઠ આપે. હવે પાઠ તો લગભગ એક કલાકનો હોય. એક કલાકમાં ગુરુને પાછું માત્રુ લાગી જાય ? એ શક્ય જ નથી. તો પછી માત્રાનો પ્યાલો મુકવાની છે પણ શી જરૂર? ગુરુઃ જ્યાં શિષ્યોને એવો પાકો વિશ્વાસ હોય કે “પાઠ દરમ્યાન ગુરુને કફ નીકળવાનો જ નથી. માત્રાની | શંકા થવાની જ નથી.” ત્યાં તેઓ પ્યાલો ન મુકે તો ચાલે. પણ જ્યાં કફ કે માત્રુ થવાની શક્યતા ઉભી હોય હું ત્યાં તો બે ય પ્યાલા મુકવા જ પડે. બાકી શિયાળામાં અડધો-અડધો કલાકે પણ માત્રાની શંકા થાય. ઉનાળામાં પણ એક સાથે ખાલી પેટે ઘણું છે પાણી પીધું હોય તો ય વારંવાર માત્રાની શંકા થાય અને ગુરુને એવો કોઈ વિચિત્ર રોગ જ હોય કે વારંવાર જવું પડે ત્યાં તો છુટકો જ નથી. આમ “તરત માત્રાની શંકા ન જ થાય” એવો કોઈ નિયમ નથી. વળી છે 8 વાચના પહેલા માત્રુ જવાનો ઉપયોગ ન રહે તો માત્રુ ન પણ જાય. અને તો પછી ચાલુ વાચનામાં પણ માત્રાની SEEEEEE CEEE સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી ૦ ૨૫૬ -

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278