Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran Author(s): Bhuvanbhanusuri Publisher: Andheri Gujarati Jain Sanh View full book textPage 9
________________ પ ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને અભિપ્રાય આવા છે કે “વિધિશુદ્ધ જિનપૂજા વગેરે સંપૂર્ણ નિર્દોષ છે. એમાં જે હિંસા થાય છે તેનાથી અલ્પપણુ પાપ ધરૂપ દોષ લાગતા નથી. માટે, ‘ધૂપખનન જેમ સ્વ-પરને ઉપકારક છે તેમ જિનપૂજા પણ સ્વ-પરને કરણ-અનુમેદન દ્વારા ઉપકારક છે' આ રીતે અર્થઘટન કરવુ. જોઈએ.' સ્વાભિપ્રેત આ અધટનનું ગ્રન્થકારે આગમ-યુક્તિ પુરસ્કર જોરદાર સમર્થાંન કર્યું છે. એ માટે સાધુને અશુદ્ધ આહારાદિનું દાન, કક શેવદનીયખધ, ધ્રુવળધપ્રક્રિયા વગેરેની પણ વિચારણા કરીને સ્વકીય અભિપ્રાય પરની સંભવિત શંકાઓનુ` નિવારણ કર્યું... છે. આમ હેાવા છતાં શ્રી અભયદેવસૂરિ મહારાજનું તેએ શ્રીમદ્દે ખંડન નથી કર્યુ. પણું સમન્વય સાધી આપ્યા છે કે અમે વિધિશુદ્ધ જિનપૂજાના તાપથી આ અર્થાટન કર્યું છે, જ્યારે શ્રી અભયદેવસૂરિ મહારાજે વિધિવિકલ જિનપૂજાના તાપ થી. માટે કાઈ વિરોધ નથી. વળી ગ્રન્થકારે શ્રી અભયદેવસૂરિ મહારાજ! આ અભિપ્રાય તે શ્રીમના જ વચન પરથી તારવી બતાવ્યા છે તેમજ તેઓ શ્રીમદે નચેતવાળમાનવાતિ કહીને જે ખંડન કર્યુ છે તે વિધિશુદ્ધ-વિધિવિકલ દરેક જિનપૂજને સાવ નિર્દોષ સિદ્ધ કરવાની વૃત્નિા જે મત છે તેનું ખંડન છે, વિધિશુદ્ધ જિનપૂજાને સાવનિષિ સિદ્ધ કરતા અમારા મતનું નહિ એ ખાખતનું પણ ગ્રન્થકારે સ્પષ્ટીકરણ કર્યુ છે. પૂજપ'ચાશકમાં ચૈત્યવ ́દનાન્તે જે પ્રણિધાન કહ્યું છે તે અને પહેલાંથી જ પૂજદિકાલે જે પ્રણિધાન રાખવાનું હોય છે તે ભિન્ન છે, એટલે પહેલાં પણ પ્રણિધાન હોય તેા છે જ અને તેથી પ્રણિધાના વિરહ હોવાથી જિંર્તપૂજા દ્રવ્યસ્તવ રૂપ છે એવું નથી ઈત્યાદિ દર્શાવીને તે શ્રીમદે, એ રીતે પણ અલ્પદોષની જે સંભાવના હતી તેને દૂર કરી છે. એમાં ભેગી, તીર્થંકરપણાંની પ્રાથના નિયણારૂપ છે કે અનિયણારૂપ એની પણ સુંદર વિચારણા દાખવી છે. પૂર્વે શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભા તરફથી પ્રતાકારે છપાયેલે આ ગ્રન્થ અપૂ મુદ્રિત થયા હતા. પછી ભારતીયપ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ અને યોાભારતીજૈન પ્રકાશન સમિતિ તરફથી પુસ્તકાકારે મુદ્રિત થયેલા પુસ્તામાં આ ગ્રન્થ પૂર્ણ હતા. એ ખંતેમાં મૂળ ગ્રન્થની ખાર ગાથા દર્શાવવામાં આવેલી. ગ્રન્થમાં ટીપણુમાં મેં જણાવ્યું છે તેમ, ખારમી ગાથાની વૃત્તિમાં ઉદ્ધૃતશ્લેાક તરીકે જે ‘જ્વો...' ઈત્યાદિ શ્લાક છપાયા છે તે વાસ્તવમાં ઉદ્દનલેાક નથી, પણ ગ્રન્થકારે સ્વય રચેલા મૂળલેાક છે. માટે ગ્રન્થના મૂળલેાકા ખાર નહિ, પણ તેર છે. તેમજ એ તેરમા શ્ર્લોકની અવતરણિકા કંઈક ખૂટતી હોય એવુ' લાગવાથી મે... એનું અનુસંધાન કયુ છે, આ બાબતને વાંચકાએ ધ્યાનમાં લેવી. [ગ્રંથકાર વિશે કંઇક ] મેગલસમ્રાટ અકબર પ્રતિાધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થએલા શ્રી નવિજય મ. સા. પાસે વિ. સ. ૧૯૮૮ માં ચારિત્ર ગ્રહણ કરનાર ગ્રન્થકાર ઉપા૦ શ્રી યશા વિજયજી મહારાજથી કાણુ અપરિચિત છે? પાટણ નજીક કનેાડું ગામના જૈન વણિક શ્રેષ્ઠી નારા યણની સૌભાગ્યદેવી નામની ધ*પત્નીની કુક્ષિને અજવાળનાર આ રત્ન જશવંતકુમારના લઘુસહેાદર પસિંહ પણ ચારિત્ર ગ્રહણ કરી પદ્મવિજય બન્યા હતા. ગ્રન્થકારશ્રી યશેાવિજયજી મ.ની બુદ્ધિ પ્રતિભા, તેજસ્વિતા અને સુયેાગ્યતાથી આવર્જિત થએલા શ્રેષ્ઠી ધનસુરા ની વિનતિ અને વ્યવસ્થાને અનુસરીને કાશીમાં પ્રકાંડ વિદ્વાન ભટ્ટાચાય પાસે ષડૂદન વગેરેનુ' તલસ્પશી અધ્ય ચન થયું. કાશીમાં ૩ વર્ષોં અને પછી આગ્રામાં ૪ વર્ષી અધ્યયન કર્યું. શ્રી વિનયવિજય મ. સા. સાથે ભાગીદારીમાં તેએશ્રીએ એક રાત્રીમાં ન્યાયદર્શનના ૧૨૦૦ લેાક પ્રમાણુ મૂન્યગ્રન્થ કંઠસ્થ કર્યા હતા એવી લેાકેાક્તિ છે. કાશીના વિદ્વાનેએ તે શ્રીમને ન્યાયવિશારદ અને ન્યાયાચાનુ માનવંતું બિરુદ આપ્યું હતું. ગંગાના કિનારે તેઓશ્રીએ ‘È' કાના જાપથી સરસ્વતીદેવીને પ્રસન્ન કરેલી હતી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 204