Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 187
________________ કૂપછાતવિશદીકરણ શ્લેક-૧૧ एतेन · देवेष्वकर्कशवेदनीयकर्मकरणनिषेधादेव द्रव्यस्तवस्य न तद्धेतुत्वमिति" दुर्वादिमत. मपास्तं, 'ज्ञेया सकामा यमिनामि' (योगशास्त्रे) त्यादिवदीदृशप्रौढ़िवादानामुत्कृष्टनिषेधपरत्वादन्यथा तदीयभगवद्वन्दनगुणोत्कीर्तनादीनामप्यतादृशत्वाऽऽपत्तेरिति विभावनीय सुधीभिः ॥११॥ જેમાં પ્રાણાતિપાત વિરમણાદિ ન હોવાથી અકર્કશવેદનીયકર્મના બંધને જે નિષેધ કરવામાં આવ્યો છે તે પ્રૌઢિવાદ જાણ. એટલેકે એ તેને સ્પષ્ટ નિષેધના નિયમરૂપ પ્રતિપાદન નથી, પણ વિશિષ્ટવિરતિ પરિણામથી જેવો અશુભાનુબંધ દૂર થાય છે તે અશુભાનુબંધ દૂર થવાની અપેક્ષાએ છે. “સર્વવિરતિથી બંધાય એવા વિશિષ્ટ પ્રકારવાળું અકર્કશવેદનીયકમ વૈમાનિકાદિને બંધાતું નથી” એટલું જ પ્રતિપાદન કરવાનું એ પ્રૌઢિવાદનું તાત્પર્ય છે. બાકી અકર્કશવેદનીયને સર્વથા નિષેધ જ તેઓ માટે હોય તે તેમાં મિથ્યાદર્શન શલ્યનું જે વિરમણ હોય છે (જે સમ્યક્ત્વ રૂપ છે) તે નિષ્ફળ થવાની આપત્તિ આવે. “એક આશ્રવદ્યારથી અટકવા માત્રથી અકકેશવેદનીયને બંધ હોતે નથી, સર્વ શ્રવોથી અટકવામાં આવે તો જ એ બંધ હોય છે. વૈમાનિકાદિ જીવોને સર્વ આશથી અટકવાનું ન હોઈ અકર્કશવેદનીયન બંધ હોતે નથી” આવું જ કહેશે તે આપત્તિ એ આવશે કે સર્વવિરતિધર સાધુઓને પણ અકર્ક શવેદનીયન બંધ માની શકાશે નહિ, કેમકે તેમાં પણ સર્વ આશ્રવારો બંધ થયા હોતા નથી, સર્વ આશ્રવધારો બંધ જઈ જવારૂપ સર્વ સંવર તો શૈલેશી અવસ્થામાં જ સંભવે છે. [ આવા પ્રોઢિવાદો ઉત્કૃષ્ટનિષેધના તાત્પર્યવાળા ] દેવવગેરે જીવોમાં અકર્કશવેદનીયકર્મના બંધને જે નિષેધ કરવામાં આવ્યો છે તે પ્રૌઢિવાદ છે” એવું જે જણાવ્યું તેનાથી જ દુર્વાદીઓના નીચેના મતનું નિરસન થઈ ગએલું જાણવું. તે મત આ પ્રમાણે–“દેવામાં અકર્કશવેદનીયકર્મબંધનો જે નિષેધ કર્યો છે તે જ જણાવે છે કે જિનપૂજા એ અકર્કશવેદનીયકર્મબંધનું કારણ નથી, કેમકે જિનપૂજા તે દેવને પણ હોય છે. આ મતનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે યોગશાસ્ત્રમાં જે કહ્યું છે કે “સેવા સામા મિનામુ” ઈત્યાદિ, તેની જેમ આવા પ્રૌઢિવાદ ઉત્કૃષ્ણનો જ નિષેધ કરવાનું તાત્પર્ય ધરાવતાં હોય છે. આશય એ છે કે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “સકામનિર્જરા યમી સાધુઓને હોવી જાણવી, અન્ય જીવોને અકામનિજેરા જાણવી.” આમાં સર્વવિરતભિન્ન અન્ય સર્વજીવોમાં સકામનિર્જરાનો નિષેધ હોવાનું ઉપરઉપરથી ભાસે છે. પણ શાસ્ત્રકારોને દેશવિરતિ, અવિરતસમ્યફવી વગેરેમાં પણ સકામનિર્જરા હેવી માન્ય તો છે જ. માટે સકામનિર્જરાના નિષેધનું પ્રતિપાદક આ વચન એ નિયમવચન નથી પણ પ્રૌઢિવાદ છે એવું માનવું પડે છે. એટલે કે એ વચન દેશવિરતિ વગેરે માં સકામનિજરાન સર્વથા અભાવ હોવાને નિયમ નથી જણાવતું, પણ ઉત્કૃષ્ટ સકામનિર્જરાને તેઓમાં અભાવ હોય છે એવા પ્રૌઢિવાદને જ જણાવે છે. એમ પ્રસ્તુતમાં અકર્કશવેદનીયનબંધ મનુષ્યમાં જ હોય છે, દેવાદિમાં નહિ એવું વચન દેવાદિમાં ઉત્કૃષ્ટ પ્રકારના અકર્કશવેદનીયબંધને જ નિષેધ કરે છે, અકર્કશવેદનીયબંધ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204