________________
૫૬૧
યાતે અનંત નયાતમ લક્ષણ, સત્ય સરૂપ સિદ્ધાંત વખાની, બુદ્ધિ લખેનલખે દુરબુદ્ધિ, સદા જગમાહિ જગે જિનવાણું. ૩. અ. ૧
જિનવાણી કેવી છે? અનંત ગુણ સ્વરૂપ કેવળજ્ઞાની જિનભગવાન મન વચન કાયાના ચોગ સહિત હેવા છતા ગાર જ્ઞાનને અનુભવ નહિ કરતા હોવાથી તે યોગથી ન્યારા છે. તેમના હૃદયરૂપ સરોવરમાથી નીકળેલી સરિતા શાસ્ત્રારૂપ સમુદ્રમાં વહી રહી છે. એવી તે જિનવાણી છે. તેનું અનંતનયરૂપ લક્ષણ છે. તેનું સત્ય
સ્વરૂપ સિદ્ધાંતમાં વખાણ્યું છે. બુદ્ધિમાન તત્વદશીને જ આ વાણીને લક્ષ થાય છે, સમજે છે, દુર્મુદ્ધિ મિથ્યાવીને તેને લક્ષ થતું નથી, તે સમજતો નથી. આવી જિનવાણુ જગતમાં સદાકાળ જાગ્રત દીપક સમાન ઝળકે છે. જે તેનું આરાધન કરે છે તેને સત્ય અને અસત્યનું જ્ઞાન થાય છે.
| સવૈયા–૩૧ નિહમેં એકરૂપ વ્યવહારમેં અનેક,
વાહી નય વિરોધમેં જગત ભરમાયા હૈ, જગ વિવાદ નાશિવે જિન આગમ હૈ,
જ્યામે સ્યાદ્વાદનામ લક્ષણ સહાયો હૈ. દર્શનમહ જાકે ગયો હૈ સહજરૂપ,
આગમ પ્રમાણ તાકે હિમેં આવે છે, અનયસ અખડિત અનૂતન અનંત તેજ,
ઐસો પદ પૂરણ તુરત તિન પાયે હૈ. ૫ અ. ૧ સમસ્ત વસ્તુ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે; વ્યવહારનયથી અનેકરૂપ દેખાય છે. આ બે નયના વિરોધે જગતને ભ્રમમાં નાખ્યું છે. આ ભ્રમથી જગતમા વાદવિવાદ ઊપજ્યા છે. તે વાદવિવાદ છે ભ્રમનો નાશ કરવા જિનેનાં સિદ્ધાંતશાસ્ત્ર સમર્થ છે. તેનું સ્યાદ્વાદનામે ઉત્તમ લક્ષણ છે. તે સર્વ વસ્તુના સત્યાર્થ સ્વરૂપને દેખાડે છે.