________________
પ્રકરણ ૨૫]
[ રહ્યું મનની જરાક કુશીલતામાં પડયા, તે સંયમ–ભાવના ગુમાવી ! નિયાણું કર્યું ! બ્રહ્મદત્ત ચક્રવતી થઈ અતિશય ભેગલુબ્ધ બની સાતમી નરકે ગયા ! કુશીલતા એક ચેપી રેગી જેવી છે.
એમાં ય મનની કુશીલતા ભારે ચેપ છે. જરાક એને મચક આપો એટલે પછી એનું લાંબું પૂછડું ચાલ્યું જ સમજે. એમાં વળવાનું કાંઈ નહિ, ને માર ભારે ખાવાને.
કવિ પ્રભુ આગળ ગાય છે... - નરભવ દોહિલે રે, પામી હવશ પડિયે. પરસ્ત્રી દેખીને રે મુજ મન તિહાં જઈ અડિયો. કાજ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરિયે, શુધ બુધ નવિ રહી છે, તેણે નવિ આતમ તરિયે.”
કુશીલતામાં ઘોર પાપ પાર્જન તે ખરાં જ; ઉપરાંત એના કુસંસ્કાર લઈ હલકા ભવોમાં જવાનું, ત્યાં કુશીલતાનું પાપ કેટે વળગવાનું ! આ દારુણ અંજામ છે.
પેલે રાજકુમાર પોતાના શીલની પરીક્ષા કરે છે. દુશ્મન સુભટોના “કાપો કાપો, મારે મારો’ના નાદની વચ્ચે સંકલ્પ કરે છે કે “જે વચનથી પણ કુશીલ સેવ્યું હોય તે દુશ્મનનાં શસ્ત્ર મને હણી નાખજે; અને મનવચન-કાયાથી લેશ પણ કુશીલ ન સેવ્યું હોય તે શત્રુના શસ્ત્રને લેશ પણ ઘા મને પડશે નહિ.”
પોતાને ખાતરી છે કે પોતે જીવન વિશુદ્ધ જીવ્યે છે, મન, વચન અને કાયાથી જરાય અપવિત્ર ભાવ સે નથી, એટલે આ સંકલ્પ કરે છે.