Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 357
________________ ૩૨૦ ભાવી. (૨) અશરણ ભાવનાઃ આ સંસારમાં મૃત્યુ સમયે જીવને શરણ આપનાર કોઇ નથી. માત્ર એક ધર્મનું જ શરણું સત્ય છે. તે અશરણ ભાવના છે. અનાથી મુનિએ અસહ્ય વેદનામાં અશરણ ભાવના ભાવી ધર્મનું શરણું સ્વીકાર્યું. (૩) સંસાર ભાવના : આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં સર્વ જીવો સાથે અનેક પ્રકારનાં સંબંધો બાંધ્યા છે. આ સંસારરૂપી કેદખાનામાંથી હું કયારે છૂટીશ? સંસાર એ મારું વાસ્તવિક સ્થાન નથી. હું મોક્ષમયી છું, એમ ચિંતવવું તે સંસાર ભાવના છે. મલ્લિનાથ ભગવાનના છ મિત્રોએ સંસાર ભાવના ભાવી હતી. (૪) એકત્વ ભાવના મારો આત્મા એકલો છે. એકલો આવ્યો છે અને એકલો જશે. પોતાનાં કરેલાં કર્મો એકલો જ ભોગવશે, એવું ચિંતવવું તે એકત્વ ભાવના છે. મૃગાપુત્રે તપસ્વી સાધુને જોઇ આ ભાવનાભાવી હતી. (૫) અન્યત્વ ભાવના આ સંસારમાં કોઇ કોઇનું નથી એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના છે. મિથિલા નરેશ નમિરાજર્ષિએ દાહજવર નામના રોગની પીડામાં અન્યત્વ ભાવનાનું ચિંતન કર્યું હતું. (૬) અશુચિ ભાવના આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગ અને જરાનું સ્થાન છે. એ શરીરથી હું ભિન્ન છું એમ ચિંતવવું તે અશુચિભાવના છે. મહારૂપવંત સનસ્કુમાર ચક્રવર્તીએ શરીરમાં સોળ સોળ મહારોગો થતાં આ ભાવના ભાવી હતી. (૦) આશ્રવ ભાવના રાગ-દ્વેષ, અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે; એમ ચિંતવવું તે આશ્રવ ભાવના છે. સમુદ્રપાળ રાજાએ ચોરને વધ સ્થાને લઇ જતાં અશુભ કર્મોનાં કટુ વિપાક વિષે વિચાર્યું. (૮) સંવર ભાવના જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇ નવાં કર્મો બાંધે નહીં તેવી ચિંતવના કરવી તે સંવર ભાવના છે. હરિકેશી મુનિએ બ્રાહ્મણોને યજ્ઞનો સાચો અર્થ સમજાવી સંવરરૂપી પવિત્ર અને દયામય યજ્ઞ કરવાનો ઉપદેશ આપ્યો. (૯) નિર્જરા ભાવના તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને આત્મપ્રદેશથી ખેરવી નાખવા તે નિર્જરા છે. જ્ઞાન સહિત તપ આદિ કરવાં તે નિર્જરાનું કારણ છે એવું ચિંતવવું તે નિર્જરા ભાવના છે. અર્જુન માળીએ પ્રભુ મહાવીરની દેશના, સાંભળી સંયમ અને તપ આદરી નિર્જરા ભાવનાભાવી હતી. (૧૦) લોકસ્વરૂપ ભાવના લોકસ્વરૂપની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના છે. આ લોકનું એક પણ સ્થાન એવું નથી જયાં જીવે જન્મ-મરણ ન કર્યા હોય. શિવરાજ 2ષીશ્વરે લોકસ્વરૂપ ભાવના ભાવી હતી. (૧૧) બોધિદુર્લભ ભાવના : સંસારમાં ભમતા આત્માને સમ્યક્દર્શનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે તેમજ સમ્યકજ્ઞાન સહિત સર્વવિરતિ પરિણામરૂપ ચારિત્ર ધર્મ પ્રાપ્ત થવો એથી પણ વધુ દુર્લભ છે એવી ચિંતવના કરવી તે બોધિદુર્લભ ભાવના છે. શ્રી કષભદેવ સ્વામીના ૯૮ પુત્રોએ આ ભાવનાભાવી હતી. (૧૨) ધર્મ ભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા અણગાર તથા જિનવાણીનું શ્રવણ મળવું અત્યંત દુર્લભ છે; એવું ચિતવવું તે ધર્મભાવના છે. ધર્મરુચિ અણગારે માસક્ષમણના પારણે કડવી તુંબડીનું શાક પરઠતાં વિચાર્યું કે સર્વજ્ઞનો શુદ્ધ ધર્મ પાળ્યા વિના આત્મધર્મ પામી શકાય નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન ધર્મ છે. કેવળજ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને શકિત એ સાધ્ય ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ ધર્મમાં ભાવનાથી પ્રબળતા આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૫મા અધ્યયનની પમી ગાથામાં કહ્યું છે ભાવ/નોન સુદ્ધચ્યાગનેનાવા વાહિયા મોક્ષમાર્ગનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386