Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 373
________________ ૩૩૬ આવે છે. ૧) પિંડસ્થ ધ્યાનઃ સ્ફટિક સમાન નિર્મળ શરીરયુક્ત, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યથી અલંકૃત, આઠ મહાપ્રતિહાર્યોથી શોભતા, ઘાતી કર્મના મળથી વિશુદ્ધ બની કેવળજ્ઞાન અને કેવળદર્શનથી શોભતા, ૩૪ અતિશય અને ૩૫ પ્રકારની વાણીથી યુક્ત અરિહંત દેવનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તે પિંડસ્થ ધ્યાન છે. ૨) પદસ્થ ધ્યાન: પવિત્ર પદોનું આલંબન લઇ કરવામાં આવતું ધ્યાન તે પદસ્થ ધ્યાન’ છે. દા.ત. નમો અરિહંતાણં આદિ પાંત્રીસ / અડસઠ અક્ષરના નવકાર મંત્રનું ધ્યાન; અસિઅઉસા'એ પાંચ અક્ષરના મંત્રનું ધ્યાન વગેરે. ૩) રૂપસ્થ ધ્યાન સમવસરણમાં સ્થિત અરિહંત પરમાત્માનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તેને રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૪) રૂપાતીત ધ્યાનઃ વર્ણ, ગંધ, રસ, સ્પર્શરહિત, નિરંજન, નિરાકાર, જ્ઞાન-દર્શન આદિ અનંતગુણનો પિંડ, ચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ પરમાત્માનું ધ્યાન તેને રૂપાતીત ધ્યાન” કહેવાય છે. આ ધ્યાનમાં તન્મય થતાં સ્વય સિદ્ધ સ્વરૂપ છે તેવો ભાવ પ્રગટે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતા અને અભેદતા સધાય છે. આત્મા સ્વયં પરમાત્મામાં અભેદભાવને પ્રાપ્ત કરતાં સમાધિની પ્રાપ્તિ કરે છે તે રૂપાતીત ધ્યાન છે. ધર્મધ્યાનના પિંડસ્થ વગેરે ચાર ભેદો દિગંબર શાસ્ત્રોમાં જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર (પ્રકાશ ૭,૮,૯,૧૦ પૃ. ૪૯૯ થી પ૨૦) માં આ ભેદોનું સંકલન કર્યું છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી ઠાણાંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જયાં જયાં ધ્યાનની ચર્ચા આવે છે ત્યાં ચાર ધ્યાન અથવા ધર્મધ્યાનના વિસ્તૃત સોળ ભેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. . ધર્મધ્યાનનાં ચારલક્ષણઃ ધર્મધ્યાન તે આત્મપરિણામરૂપ છે. તેનાં ચારલક્ષણથી તેને જાણી શકાય છે.. ૧) આજ્ઞારુચિ જિનાજ્ઞાના ચિંતન -મનનમાં રુચિ, શ્રદ્ધા, ભકિત થવી. ૨) નિસર્ગચિ ધર્મકાર્યો કરવામાં સ્વાભાવિક રુચિ ૩) સૂબરૂચિ: આગમ શાસ્ત્રોના પઠન-પઠનમાં રુચિ. ૪) અવગાઢ રુચિઃ જિનકથિત તત્ત્વોમાં આવગાહન રુચિ થવી. ચિંતન, મનનની પ્રગાઢ રુચિ થવી. ધર્મધ્યાનનાં ચાર આલંબનઃ ૧) વાચના: આગમ-સૂત્ર આદિનું પઠન કરવું. ૨) પ્રતિપૃચ્છના: શંકાનું સમાધાન કરવા ગુરુજનોને પૂછવું. ૩) પરિવર્તના: શીખેલા સૂત્રનું પુનરાવર્તન કરવું. ૪) ધર્મકથાઃ ધર્મોપદેશ આપવો, ધર્મતત્વનું વ્યાખ્યાન કરવું. - ઉપરોકત ચાર આલંબનો જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે. જ્ઞાન એ ધ્યાનનું માધ્યમ છે તેથી સ્વાધ્યાયના ભેદને ધર્મધ્યાનનાં ચાર આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના પાંચમા ભેદ અનુપ્રેક્ષાનું ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષારૂપે સ્વતંત્ર કથન કર્યું છે. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઃ તે ધ્યાનની સ્થિરતા માટે ચિત્તની નિર્મળતા અને અહંકાર તથા મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386