Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
= નસ્યર્થે તેષામ્।। ૧૦૭ ||
સ્નાન, અંજન અને નસ્યનો (અર્થાત્ નાકે સૂંઘવાની વસ્તુઓ આદિનો ) પરિત્યાગ કરવો જોઈએ.
૨૫૫
ભાવાર્થ :- ઉપવાસના દિવસે હિંસાદિ પાંચ પાપોનો, શૃંગાર, વ્યાપારાદિ આરંભ, ગંધ, પુષ્પમાલા, ગીત, નૃત્યાદિ, સ્નાન, અંજન અને સૂંઘવાની વસ્તુ આદિનો ત્યાગ કરવો જોઈએ.
‘સુભાષિત રત્નસંદોહ' માં ઉપવાસનું લક્ષણ આપતાં કહ્યું છે કેकषायविपयाहारत्यागो यत्र विधीयते।
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।।
જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને લાંઘણ કહે છે.
કેવલ આહારનો ત્યાગ કરે પણ કષાયનો અને ઇન્દ્રિયોના વિષયો તરફના રાગભાવનો ત્યાગ ન કરે તો તે ઉપવાસ નથી પણ લાંઘણ છે.
પ્રોષધોપવાસધારી શ્રાવકને ઉપચારથી પાંચ મહાવ્રતનું પાલન થાય છે-અહિંસા આદિની પુષ્ટિ થાય છે.
શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૫૮-૧૫૯-૧૬૦ ની ટીકા અને ભાવાર્થમાં કહ્યું છે કે
“નિશ્ચયથી દેશવ્રતી શ્રાવકને ભોગોપભોગના પદાર્થો સંબંધી સ્થાવર હિંસા અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે, પરંતુ ત્રસ હિંસાનો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે તે ઉપવાસમાં સમસ્ત આરંભ-પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યો તેને ઉપવાસમાં સ્થાવર હિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે.” ( શ્લોક ૧૫૮ ટીકા ).
66
“ ઉપવાસધારી પુરુષને વચનસૃતિ પાળવાથી સત્ય મહાવ્રતનું પાલન થાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રતનું પાલન થાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન થાય છે અને શરીરમાં જ મમત્વપરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રતનું પાલન થાય છે. એ રીતે ઉપચારથી પાંચે મહાવ્રત તે પાળી શકે છે.” (શ્લોક ૧૫૯ ની ટીકા ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com