Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ તે સાધુસંમેલનને કરેલા ઠર કે નિયમો અદ્ધર જ લટકશે અને એની કશી જ કિસ્મત નહિ રહે.
મને તો લાગે છે કે સંમેલન ભરાવા અગાઉ પાટણ અને જામનગરના શ્રી સંધ સાથે જે મુનિવરેને કડવાશ ઉભી થઈ છે તેને ફેંસલ કરી લેવામાં આવ્યો હોત તો વધારે ઉચિત ગણુત; જેથી આ વિષય સંમેલનને હરકતકર્તા ન થાત. હજુય સંમેલન ભરવાની તિથિને બદલીને આ બાબત તરફ લક્ષ્ય આપવામાં આવશે અને એ માટે યત્ન કરવામાં આવશે તે વધારે ઠીક થશે.
આપણી પરાપૂર્વની ચાલી આવતી પ્રણાલી મુજબ મારે સામાન્ય અભિપ્રાય એવો છે કે સાધુસંઘે શ્રાવસંધને મે જાળવો જોઈએ અને એ રીતે શ્રાવક સંઘે સાધુસંધને પણ
ભો જાળવવો જોઈએ. જે આ વસ્તુ બરાબર લાગતી હોય તે એ નિયમને અનુસરીને કેઈપણ બાબતને મધ્યસ્થ તેડ લાવવા મુશ્કેલ નહિ થાય એમ મને લાગે છે. પણ જે પરસ્પર એકબીજાને મોભો જાળવવા માટે ઈનકાર કરવામાં આવશે તે આ પ્રશ્નને ઉકેલ કઈ રીતે આવી શકે તેમ નથી.
આજે એ પ્રશ્ન વિચારવા જેવો છે કે જે આજને સાધુસંધ પૂર્વના સાધુસંધની પેઠે શ્રાવકસંઘની માઝા ગૌરવ વગેરે નહીં રાખે એ સાધુસંધની માઝા ગૌરવ વગેરેને અત્યારને શ્રાવસંધ પણ શી રીતે જાળવશે? જ્યાં વ્યક્તિ એક બીજાને મોભો જાળવે એ માટે શાસ્ત્રકારોએ અનેક જાતના નિયમ ઘડ્યા હોય ત્યાં આજે આખાય સંધને મેલ્યો તેડવા પ્રયત્ન થાય એ કેટલે અંશે ઉચિત ગણાયએ વિચારવું જ જોઈએ.
ઇ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org