________________
(૧૭૨)
એક દિવસે રાજા સભામાં બેઠે હતા, તે અવસરે ગજરાકીનો પુત્ર દત્ત સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠે.
રાજાએ કહ્યું–દત્ત ! આજે ઘણે દિવસે તું ક્યાંથી આવ્યું ? કરે કહ્યું–મહારાજા ! હું વ્યાપારાયે પરદેશ ગયો હતો. રાજા-પરદેશમાં ફરતાં કાંઈપણ નવીન આશ્ચર્ય દીઠું?
દત્ત-મહારાજા ! હું ફરતો ફરતો વિશાલપુરે ગયો હતો ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતા નથી. એમ કહી એક ચિત્રપટ્ટ રાજાના હાથમાં આવે. - રાજા કેટલીક વાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે બોલી ઉઠયો. દત્ત ! શું આ તે કોઈ દેવી છે?
| દત્ત-નહિ મહારાજા. તે માનુષી છે. - રાજા--જે માનુષી છે તે આ (કન્યા) કોણ છે? અને તેનું - નામ શું છે?
દત્ત મહારાજા ! તે મારી બહેન છે. તેનું નામ કલાવતી છે.
રાજા-તારી બહેન કેવી રીતે થાય? - દત્ત-મહારાજ! તે પ્રબંધ જરા લંબાણથી કહેવાથી સમજાશે. - રાજાકાંઈ હરકત નહિં. વિસ્તારથી જણવ. - દત્ત-મહારાજા? પરદેશ જતાં રસ્તામાં ચારના ભયથી, તપાસ કરતે હું સાથની આગળ ચાલતો હતો. રસ્તામાં મરણ પામેલો એક ઘોડે મારા દેખવામાં આવ્યો. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કંઠમત પ્રાણુવાળે એક રાજકુમાર પડેલો હતો. હું તેની નજીકમાં ગયો. તેને પવન નાખે. પાણું પાડ્યું અને મોદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યો. સારી સ્થિતિમાં આવ્યા પછી મેં તેનું નામ, ઠામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછ્યું. :
તેણે ઉત્તર આપ્યો કે હું દેવાળપુરનો રહીશ છું. મારું નામ જયસેન કુમાર છે. વિપરીત શિક્ષણવાળા અવે, મને આ સ્થિતિમાં લાવી મૂકો, છેપરોપકારી ! તમે પણ તમારું નામ, ઠામ વિગેરે