Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 15
________________ પરિણામને પામેલાને પણ કેટલી બધી સાવધગિરિ રાખવાની હોય છે એ વિચારો. - ઘણાંને એવી ટેવ હોય છે કે પોતાનો કરેલો ધર્મ બીજાની પાસે ગાયા કરે એનાથી બંધાયેલું પુણ્યાનુબંધિ પુણ્ય પાપમાં ટ્રાન્સફ્ટ થયા કરે છે. સુકૃતની અનુમોદના બીજાની પાસે બોલે તોજ થાય એમ નથી. પોતે એકાંતમાં બેસીને પોતે કરેલી આરાધનાની અનુમોદના કર્યા કરે તો પણ થઇ શકે છે. પણ જે સ્વભાવ પડ્યો હોય તેને ઓળખીને બદલવા પ્રયત્ન કરે તો જ આ બને ને ? એ ક્યારે બને ? અપ્રશસ્તા કષાયોને અપ્રશસ્ત રૂપે ઓળખીને એનાથી સાવધ રહી જીવન જીવતો જાય તો. સિરિ સિરિવાલ કહામાં એટલે શ્રીપાલ ચરિત્રમાં જ્યારે મયણા કોઢીયા એવાં ઉંબર રાણાનો હાથ પકડીને એની સાથે ગઇ અને સવારે મંદિરે દર્શન કરવા સાથે ગયા ત્યાર પછી બાજુમાં આચાર્ય મહારાજ શ્રી મુનિ સુંદરસૂરિ મહારાજ પધાર્યા છે એમ મયણાને સમાચાર મલ્યા એટલે પોતાના સ્વામીને લઇને આચાર્ય ભગવંતને વંદન કરવા ગઇ છે ત્યાં વ્યાખ્યાન ચાલે છે માટે વ્યાખ્યાનમાં બેઠા પછી ઉપર પોતાના સ્વામી સાથે વંદન કરવા મયણા ગઇ ત્યારે મયણાન કહે છે કે આ લક્ષણવંતો પુરૂષ કોણ છે ? ત્યારે મયણા રડી પડે છે. બધી વાત કરે છે. મયણા સમકતી બાઇ છે અને માત્ર ધર્મની નિંદા થઇ છે તેનું દુ:ખ લાગેલું છે માટે ગુરૂ ભગવંતને પૂછે છે. ભગવાન આમનો રોગ જાય તો જ ધર્મની નિંદા અટકે અને ધર્મની પ્રભાવના. થાય. એટલે ગુરૂ ભગવંતે કહ્યું સાધુ તો સાવધ વ્યાપારના મંત્ર, તંત્ર, વિદ્યા, વૈદક આદિના કહેવાના ત્યાગી. હોય છે. સાધુથી કહેવાય નહિ એ તું જાણતી નથી ? એમ જણાવીને નિરવધ ઉપાય તરીકે નવપદની. આરાધના આરાધક ભાવ પેદા કરીને કરવામાં આવે તો તેનાથી અસાધ્ય દર્દ પણ નાશ પામે છે. આ લોકમાં જે ઇચ્છે તે પ્રાપ્ત થાય છે અને પરલોકમાં સુંદર સુખ મળે છે અને પરંપરાએ મુક્તિ પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. એ આરાધક ભાવ પેદા કરવા માટે ત્રણ ગુણોને કેળવવા પડે છે. ખાંત-દાંત અને શાંત. એટલે કે ખાંત એટલે ક્ષમા ભાવ, દાંત એટલે ઇન્દ્રિયોની સંયમતા અને શાંત એટલે સમતા ભાવ. આ ત્રણે ગુણોને કેળવીને નવપદની આરાધના કરે તો તેનાથી અસાધ્ય દર્દો પણ નાશ પામે છે. જે ઇચ્છે તે મલ્યા વગર રહેતું નથી અને આરાધક ભાવ કેળવ્યા વગર અને એ પેદા કરવાના લક્ષ્ય વગર એટલે એ ગુણોને પ્રાપ્ત કરવાના લક્ષ્ય વગર ક્ષમાની જગ્યાએ ક્રોધ રાખીને ઇન્દ્રિયોની અસંયમતા કેળવીને અને સમતા ભાવ વગર આરાધના કરવામાં આવે તો આરાધનાના ળને બદલે વિરાધનાનું મળે છે. એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાને બદલે પાપાનુબંધિ પુણ્ય બંધાય છે અને એ પુણ્ય એકાંતે દુ:ખ આપનારું થાય છે. એનાથી આગળ વધીને આચાર્ય ભગવંત કહે છે કે એક વાર આરાધક ભાવ પેદા કરો પુણ્યાનુબંધિ પુણ્ય બાંધ્યું અને પછી પાછળથી આરાધક ભાવ ચાલ્યો જાય અને વિરાધક ભાવ પેદા થઇ જાય તો તે બંધાયેલું પુણ્ય પણ એકાંતે “અપાયમ્ એવ કરોતિ' એટલે દુઃખજ આપનારું બને છે. આ રીતે મયણાને કહેલું છે એ ખબર છે ને ! આ સાંભળીને શ્રીપાલે નક્કી કર્યું કે હું હવે આરાધક ભાવ કેળવીને સુંદર રીતે નવપદની આરાધના કરીશ. આપણે આરાધના કઇ રીતે કરીએ છીએ એ આના ઉપરથી વિચારવાનું છે ! આરાધક ભાવ પેદા થયેલો છે ? ન થયો હોય તો પેદા કરવાનું લક્ષ્ય રાખીને આરાધના કરીએ છીએ ? તોજ પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે નહિ તો ? વિરાધક ભાવથી કરેલી આરાધના શું કરશે એ મહાપુરૂષે જે કહ્યું છે તે વિચારવાનું જેટલો જેટલો જ્યાં જ્યાં વિરાધક ભાવ થતો હોય તે દૂર કરવા પ્રયત્ન કરી આરાધક ભાવ પેદા કરવાનો પ્રયત્ન કરીશું અને એનું લક્ષ્ય રાખી સંસ્કાર પાડશું તો આ ભવે નહિ તો ભવાંતરમાં આનાથી સારી સામગ્રી પામી કલ્યાણ સાધી શકીશું એ બરાબર છે ને ? એનો પ્રયત્ન કરતા થઇ જાવ. સામાન્ય રીતે અનુકુળ પદાર્થોમાં રાગ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ થતો હોય ત્યારે પણ પુણ્યાનુબંધિ પુણ્યનો ઉદય કાળ ચાલુ હોય તો હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ સ્વાભાવિક રીતે હોય છે. જીવ જો Page 15 of 64

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64