________________
છે.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરેનો રાગ સારો હોય તો એ રાગ બીજા જીવોને રાગનું કારણ ન બને તે રીતે ભગવાનની ભક્તિ કરવાનું વિધાન છે. રાગને કારણ એકાંતમાં બેસીને સ્તવન વગેરે ગાવાનો નિષેધ નથી. ભગવાનના મંદિરમાં વૈરાગ્યની પુષ્ટિ થાય એવા રાગથી ગાવું જોઇએ. રાગની પુષ્ટિ થાય એવી રીતે ગાવું જોઇએ નહિ. તે સ્થાન પવિત્ર રૂપે રહેવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ કરીને પોતાનું કલ્યાણ સધાય એ રીતે ઉપયોગ કરવો જોઇએ.
ભગવાનની ભક્તિમાં સ્તુતિઓ બોલવાનો નિષેધ નથી પણ એક કડી પુરૂષ બોલે અને બીજી કડી વ્હેનો બોલે એ રીતે બોલાય નહિ તેમાં રાગ પોષાય છે. રાગ પોષાય તો તેનો નિષેધ છે. પીકચરોના રાગથી પણ ગવાય નહિ. જેને સુસ્વર કંઠ મળેલો હોય તે ભક્તિ કરતાં કરતાં નિર્જરા સાધે તેનો નિષેધ નથી. તેનાથી બીજા જીવોને રાગાદિ પોષાય તો તે દુરૂપયોગ કહેવાય. ન આવડે તો એકનો એક રાગ લે તો વાંધો નહિ. શાસ્ત્રીય રાગમાં ગાય તોવાંધો નહિ. લોકોને સારૂં નહિ લાગે એમ માનીને લોકને માટે ગાતા થયા એટલેજ ભયંકર નુક્શાન થઇ રહ્યું છે. માટે જ એમાં આત્મા ભૂલાઇ જાય છે. લોકને જોઇને જીવતા થશો તો ઘર પણ સરખી રીતે ચલાવી શકશો નહિ. કોઇપણ સૂત્ર ગુરૂગમ વગર પોતાની જાતે બેસાડીને પોતે બોલે તેમાં ભયંકર આશાતનાનો દોષ લાગે છે. ભાવ પકડાવો જોઇએ. જો તે ન પકડાય તો આશાતનાનો દોષ લાગે છે.
રાવણ અને મંદોદરી મંદિરમાં કોઇ ન હોય ત્યારે જાય છે તેમાં રાવણ ગાય છે વીણા વગાડે છે અને મંદોદરી નાચ કરે છે. સમકીતી જીવો પણ મંદિરમાં એકાંત હોય ત્યારે જાય તે વખતે ભગવાનની ભક્તિ વીર્યોલ્લાસ પૂર્વક થઇ શકે. આ રીતે કરે તો તેનો નિષેધ નથી. રાત્રી ભાવનામાં પુરૂષો જ ગાઇ શકે. બ્દનો એ ગાવાનો નિષેધ છે. પુરૂષોની સભામાં વ્હેનોથી બોલાય નહિ. ભક્તિને બદલે ઉપરથી આશાતના થાય છે. એ રીતે વ્હેનોને ગાવાથી રાગ પોષાય છે માટે વિવેક રાખીને ભક્તિ કરતાં શીખવું જોઇએ. વિવેક ભૂલાય તો મળેલા સુસ્વર નામકર્મની પ્રાપ્તિ જલ્દી ન થાય. એવા કર્મો બંધાય છે. ભક્તિ આત્મકલ્યાણ માટે કરવાની છે. આ સુસ્વર નામકર્મ આઠમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને તેરમા ગુણસ્થાનક સુધી
ઉદયમાં હોય છે.
આઠેય નામડ
પોતે ગમે તેવું સાચું કે ખોટું બોલે તો પણ સામા જીવને ગ્રહણ કરવાનું મન થાય. સામો જીવ એ વચનને માન્ય કરે તે આદેય નામકમ કહેવાય છે.
તેમાં આવા ભગવાનના વિરુધ્ધ વચનો જે બોલે તેનાથી ભવાંતરમાં વાચા એટલે વચન યોગ મલે
નહિ તેવા પ્રકારના કર્મ બંધાય છે. ઉત્સૂત્રરૂપે જેઓ બોલે તેઓને અનંતા કાળ સુધી એકેન્દ્રિયપણામાં રહીને પોતાનો કાળ પસાર કરવો પડે એવું કર્મ બંધાય છે. બોલવાનો વખત આવે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ બોલાય તેની કાળજી રાખવાની છે. તેમાં ભૂલ કરી તો અનંતો સંસાર વધે છે. જે જીવોને બહુ બોલવાની ટેવ પડી હોય અને બહુ બોલ્યા જ કરે. વારંવાર બોલવાનું મલે તો જ સારૂં લાગે તેવા જીવોનું બોલવું એંશી ટકા ખોટું હોય છે. કહેવત છે ને કે બહુ બોલકણો હોય તે બહુ જુઠ્ઠો હોય. ભગવાન પોતે પોતાના જીવનમાં જેટલું બન્યું એટલું મૌન પણે રહીને વચનયોગ મળેલો હોવા છતાં છેલ્લા ભવમાં બને ત્યાં સુધી બોલતા નથી. બોલવાનો વખત આવે અને સામા જીવનું તે વચનથી હિત લાગે તોજ બોલવાનું, બાકી નહિ. એનાથી મનની એકાગ્રતાને મજબુત કરીને કેવલજ્ઞાન પામી જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જોયું, જાણ્યું પછી યોગ્ય જીવોને ઉદ્દેશીને કહ્યું માટે તેમનું વચન ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રી ગૌતમ મહારાજા ભગવાનની આજ્ઞાથી ખેડૂતને પ્રતિબોધ કરવા માટે ગયા તે વખતે ખેડૂત ખેતી કરે છે. ખેતર ખેડી રહ્યો છે.
Page 59 of 64