Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૯
णाणावरणादीया भावा जीवेण सुट्ठ अणुबद्धा। સમભાવં વિદ્યા અમૂલવ્યો સિદ્ધો ૨૦ ના
ज्ञानावरणाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धा।
तेषामभावं कुत्वाऽभूतपूर्वो भवति सिद्धः ।।२०।। अत्रात्यन्तासदुत्पादत्वं सिद्धस्य निषिद्धम्।
यथा स्तोककालान्वयिषु नामकर्मविशेषोदयनिर्वृत्तेषु जीवस्य देवादिपर्यायेष्वेकस्मिन् स्वकारणनिवृतौ निवृत्तेऽभूतपूर्व एव चान्यस्मिन्नुत्पन्ने नासदुत्पत्तिः, तथा दीर्धकाला
ભાવાર્થ- જીવને ધ્રૌવ્ય અપેક્ષાએ સનો વિનાશ અને અસનો ઉત્પાદ નથી. મનુષ્ય મરે છે ને દેવ જન્મે છે” એમ જે કહેવામાં આવે છે તે વાત પણ ઉપરોકત હકીકત સાથે વિરોધ પામતી નથી. જેમ મોટા એક વાંસની અનેક કાતળીઓ પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતળીઓનાં સ્થાનોમાં અવિદ્યમાન છે તથા વાંસ તો સર્વ કાતળીઓનાં સ્થાનોમાં અન્વયરૂપે વિધમાન હોવા છતાં પ્રથમાદિ કાતળીરૂપે દ્વિતીયાદિ કાતળીમાં નહિ હોવાથી વિધમાન પણ કહેવાય છે, તેમ ત્રિકાળ-અવસ્થાયી એક જીવના નરનારકાદિ અનેક પયો પોતપોતાના કાળમાં વિદ્યમાન છે અને બીજા પર્યાયોના કાળમાં અવિદ્યમાન છે તથા જીવ તો સર્વ પર્યાયોમાં અવયરૂપે વિધમાન હોવા છતાં મનુષ્યાદિપર્યાયરૂપે દેવાદિપર્યાયમાં નહિ હોવાથી અવિધમાન પણ કહેવાય છે. ૧૯.
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહુ અનુબદ્ધ છે; તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦.
અન્વયાર્થઃ- [ જ્ઞાનાવર : ભાવ:] જ્ઞાનાવરણાદિ ભાવો [ નીવેન] જીવ સાથે [સુકું] સારી રીતે [ અનુવલ્કા:] અનુબદ્ધ છે; [ તેષામ માવે વૃવા] તેમનો અભાવ કરીને તે [ અભૂતપૂર્વ: સિદ્ધ:] અભૂતપૂર્વ સિદ્ધ [ ભવતિ] થાય છે.
ટીકા:- અહીં સિદ્ધને અત્યંત અસત-ઉત્પાદનો નિષેધ કર્યો છે. (અર્થાત્ સિદ્ધપણું થતાં સર્વથા અસનો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે).
જેમ થોડા કાળ સુધી અન્વયરૂપે (-સાથે સાથે) રહેનારા, નામકર્મવિશેષના ઉદયથી રચાતા જે દેવાદિપર્યાયો તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય, ત્યાં અસની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com