Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 285
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૪૯ ये तु पुनरपुनर्भवाय नित्यविहितोद्योगमहाभागा भगवन्तो निश्चयव्यवहारयोरन्यतरानवलम्बनेनात्यन्तमध्यस्थीभूताः शुद्धचैतन्यरूपात्मतत्त्वविश्रान्तिविरचनोन्मुखाः प्रमादोदयानुवृत्तिनिवर्तिकां क्रियाकाण्डपरिणतिमाहात्म्यान्निवारयन्तोऽत्यन्तमुदासीना यथाशक्त्याऽऽत्मानमात्म-नाऽऽत्मनि संचेतयमाना नित्योपयुक्ता निवसन्ति, ते खलु स्वतत्त्वविश्रान्त्यनुसारेण क्रमेण कर्माणि संन्यसन्तोऽत्यन्तनिष्प्रमादा [ હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકાનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે - પરંતુ જે, અપુનર્ભવને (મોક્ષને) માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ એકને જ નહિ અવલંબતા હોવાથી (-કેવળનિશ્ચયાવલંબી કે કેવળવ્યવહારાવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડપરિણતિને માહાભ્યમાંથી વારતા (-શુભ ક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાભ્ય નહિ અર્પતા), અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્યઉપયુક્ત રહે છે, તેઓ (–તે મહાભાગ ભગવંતો), ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા (-સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને છોડતા ), અત્યંત નિષ્પમાદ વર્તતા, અત્યંત નિષ્કપમૂર્તિ ૧. નિશ્ચય-વ્યવહારના સુમેળની સ્પષ્ટતા માટે ૨૪૧ મા પાનાની બીજી ફૂટનોટ જુઓ. ૨. મહાભાગ = મહા પવિત્ર; મહા ગુણિયલ; મહા ભાગ્યશાળી. ૩. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને (–મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું સમ્યક્ અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધપરિણતિ તેમ જ શુભપરિણતિનો યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં (૨૪૬ મા પાને ) જેમને કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે એવા કેવળનિશ્ચયાવલંબી નથી તેમ જ (૨૪૫ મા પાને) જેમને કેવળવ્યવહારાવલંબી કહ્યા છે એવા કેવળવ્યવહારાવલંબી નથી. ૪. વિરચન = વિશેષપણે રચવું તે; રચના; રચવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292