Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 72
________________ લેખ ન કરવા.' “સ્થૂલ શૌર્યના ત્યાગી શ્રમણોપાસકે ચોરીની પ્રેરણા ન કરવી, ચોરીનો માલ ન સંઘરવો, બે વિરોધી રાજ્યે નિષેધ કરેલી સીમા ન ઓળંગવી, વસ્તુમાં ભેળસેળ કે બનાવટ ન કરવી, કુડાં તોલ-માપ ન કરવાં.’ ન ‘ચોથા વ્રતમાં પુરુષે પોતાની પત્નીમાં અને સ્ત્રીએ પોતાના પતિમાં સંતોષ ધરવો. પુરુષે વેશ્યા, કુમારી ને વિધવાને ન સ્પર્શવાં, શૃંગારચેષ્ટા ન કરવી, અન્યના વિવાહ ન કરવા.' “છેલ્લું અપરિગ્રહવ્રત; એમાં ગૃહસ્થ ક્ષેત્ર-વાસ્તુ (ઘરજમીન), હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, પશુ ને ઘરવખરીનું પ્રમાણ નક્કી કરવું. આ ઉપરાંત જે ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત ધારણ કરે તેને શ્રાવક* કહેવો." “વાહ, કેવી સુંદર વ્યાખ્યા ! એક તરફ ભર્યું ભર્યું રૂપ ને બીજી તરફ આ વૈરાગ્ય ! જાણે સોનામાં સુગંધ ભળી ! ધીરે ધીરે આ વાત મહામંત્રી અભયકુમાર પાસે પહોંચી. શ્રાવિકાનું જ્ઞાન જોઈ તેઓ ખુશ થઈ ગયા, ને એને એમણે દરેક પ્રકારે સગવડ કરી આપી. વાત વધતાં વધતાં, એક દહાડો એક સાધાર્મિકના હકે તેણીએ પર્વના દિવસે મહામંત્રીને ભોજન માટે નિમંત્રણ આપ્યું. રાજકાજમાં નિપુણ મંત્રી- રાજ ધર્મમાં સરળચિત્ત હતા. એ તો આમંત્રણનો સ્વીકાર કરી જમવા આવ્યા. પેલી બનાવટી શ્રાવિકાએ ભોજનમાં કેફી વસ્તુ ભેળવી હતી. ભોજન કરતાની સાથે મહામંત્રી બેભાન બની ગયા. યોજના પ્રમાણે અવંતીના દૂત તૈયાર હતા. મંત્રીને એક ૨થમાં નાંખીને સહુ ઊપડી ગયા-વહેલું આવે ઉજ્જૈની ! “મહામંત્રી અભયકુમાર જાગ્યા ત્યારે જોયું તો પોતે અવન્તીના કારાગારમાં ! એમણે જોયું કે ચતુર કાગડો ઠગાયો છે ! પણ આ તો અભયકુમાર ! જ્યાં જાય ત્યાં માગ મુકાવે એવો નર ! અવન્તીમાંય એની લાગવગ વધી ગઈ. જેલમાંય સહુ એની સલાહ લેવા આવે. રાજા પ્રદ્યોતની રાણી શિવાદેવીનો એના પર પૂરો ભાવ. એક દહાડો કર્ણાટકનો એક દૂત કંઈક સમસ્યા લઈને આવ્યો. અવંતીને તો આવી બાબતમાં ભારે અભિમાન ! એણે અનેક વિદ્વાનો અને બુદ્ધિમાનોને નોતર્યા, પણ કોઈ એ સમસ્યા ખોલી ન શક્યું ! “એ વેળા રાજકેદી અભયકુમારે સમસ્યા ઉકેલી આપી. અવંતી શરમાંથી બચી ગયું. એક વાર રાજાનો પ્રિય હાથી ગાંડો થઈ ગયો અને લડાઈ જેવું વાતાવરણ સર્જી ડાહ્યો કરી દીધો. રાજા પ્રદ્યોત તેનાથી ખુશ ખુશ થઈ ગયો, ને અભયકુમારને એક * સ્થૂળોતિ હિતવાવાનિ યઃ સ ાવવ:। હિતોપદેશ સાંભળે તે શ્રાવક. 112 – પ્રેમનું મંદિર વચન માગવા કહ્યું. એણે કહ્યું : ‘વખતે માગીશ.' “રાણીબા, અભયકુમાર છે તો મગધનો યુવરાજ, પણ એ ગાદી નથી લેવાનો; એ તો સર્વસ્વ ત્યાગીને વહેલો મોડો ભગવાન મહાવીરને પંથે પળવાનો.” “પણ અત્યારે ક્યાં છે એ ?” રાણીએ પૂછ્યું. “એ ઉજ્જૈનીમાં બેઠો લહેર કરે ! એણે તો પ્રતિજ્ઞા કરી છે, કે ભલે રાજા મને બેભાન કરી, છાનામાના અહીં ઉપાડી લાવ્યા. પણ હું તો રાજાને સાજા સારા, અવંતીની બજારો વચ્ચેથી બંદીવાન બનાવીને લઈ લઈશ. એમ કરું તો જ મારું નામ અભયકુમાર !' સહુ હસી પડ્યાં. પણ રાણી મૃગાવતી તો ગંભીર રહ્યાં ને બોલ્યાં : “અત્યારે હસવાનો સમય નથી. કાળ માથે ગાજે છે, રાજા પ્રદ્યોત હવે નિવૃત્ત થયો હશે. એનો દૂત આવ્યો સમજો !" સહુ ગંભીર બની ગયા. બળ અને બુદ્ધિનો ઝઘડો D 113

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118