Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 101
________________ 24 આતમરામ અકેલે અવધૂત શકે તો આડમાર્ગે હાંકો.” - વત્સરાજે હાથીને કેડી વગરના જંગલમાં હાંક્યો. ભારે વિકટ એ મજલ હતી. અવંતીની હસ્તિસેના પણ પગેરૂ દબાવતી આવતી હતી. સંધ્યાની રૂઝો વળી, તોય આ ગેજ -દોડ પૂરી ન થઈ. રાત્રિના અંધકારમાં મશાલો પેટાવીને પંથ કાપવા માંડ્યાં. અવંતીના ગજસવારો હવે જૂથમાં રહેવું નિરર્થક માની, જુદી જુદી દિશામાં વહેંચાઈ ગયાં. જ્યાં જરા પણે પ્રકાશ દેખાય કે ત્યાં એ દોડી જતા. પણ અંધકારમાં ઠેબાં ખાવા સિવાય એમને કાંઈ ન લાધતું. કેટલેક સ્થળે તો હાથીઓ ગબડી પડતા, ને સૈનિકો હાથ-પગ ભાંગી બેસતાં. એક આખી રાત આ રીતે જીવસટોસટનો મામલો જામ્યો. પણ વત્સદેશમાં મંત્રીની પૂર્વ યોજનાઓ સુંદર હતી, ને વત્સરાજનું ગજ-સંચાલન પણ અદ્દભુત હતું. પૂર્વ દિશામાં સૂર્યનારાયણે કોર કાઢી, ત્યાં તો વત્સદેશની સીમા દેખાણી. એ સીમા ઉપર વસુદેવની સુસજ્જ સેના ખડી હતી. મંત્રીરાજે દૂરથી જયજયકાર કર્યો : જય હો મહારાજ વત્સરાજનો !'' સામેથી અવાજ આવ્યો, “જય હો મહારાજ ઉદયનનો.” ક્ષણવારમાં સહુ પાસે આવી ગયા. વત્સરાજ હાથી પરથી ઠેકડો મારી નીચે કૂદ્યા. રાજકુમારી વાસવદત્તાને ગજરાજે સુંઢ વડે ઊંચકીને નીચે મૂક્યાં. “સહુ કોઈ સાંભળો.” મંત્રીરાજે ઊંચેથી કહ્યું, “આજે આપણે માત્ર આપણા પ્રજાપ્રિય રાજાજીને જ નથી પામ્યા, પણ આપણને ક્ષત્રિયકુલાવર્તસ રાણીજી પણ સાંપડ્યાં છે !?”. આ સમાચારે બધે હર્ષ પ્રસરાવી દીધો. વત્સની હસ્તિસેનાએ સૂંઢ ઊંચી કરી પોતાનાં રાજા-રાણીનું સન્માન કર્યું. રાજચોઘડિયાં ગાજી ઊઠ્યાં. મંગળ ગીત ગવાવા લાગ્યાં. પોતાની સીમા પૂરી થઈ હોવાથી, અવંતીની સેના નિરાશાનાં ડગ ભરતી પાછી વળતી, ક્ષિતિજમાં અદૃશ્ય થતી હતી. વનનાં પશુમાં જ્યારે પોતાનાં બાળ ખાવાની ઝંખના જાગે છે, ત્યારે એ ભારે વિકરાળ લાગે છે; સંસાર શેહ ખાઈ જાય તેવી ક્રૂરતા ત્યાં પ્રગટે છે. સ્નેહના શબ્દો, શિખામણના બોલ ને હિતભર્યા વચનો એ વેળા લાભને બદલે હાનિકર્તા નીવડે છે ! પછી કોઈ શક્તિ, કોઈ સામર્થ્ય અને સર્વનાશના માર્ગથી રોકી શકતું નથી ! અવંતીપતિ પ્રદ્યોતમાં એ ભૂખ ઊઘડી હતી. પીછો પકડનારી પોતાની ગજસેના પરાજિત મોંએ પાછી ફરી હતી. વાસવદત્તા રાજીખુશીથી વત્સરાજ સાથે ચાલી ગઈ હતી; ઘણા વખતથી છાની પ્રીત આજે છતરાઈ થઈ હતી; એટલું જ . વધારામાં વસુદેશમાં વાસવદત્તાનાં લગ્ન વત્સરાજ સાથે થયાનો ઉત્સવ ઊજવાઈ રહ્યાના ઘામાં મીઠું ભભરાવવા જેવા સમાચાર મળ્યા હતા, ને રાક્ષસપુત્રી અંગારવતીએ સ્વહસ્તે વાસવદત્તાને પટરાણીપદે સ્થાપ્યાં હતાં. ધીરે ધીરે આવી રહેલા આ બધા વર્તમાનો બળતામાં ઘીનું કામ કરી રહ્યા. અવંતીપતિ પોતે તાબડતોબ પોતાના નિષ્ણાત ચરોને રાજમંત્રણાગૃહમાં નિમંત્ર્યા. અવંતીપતિની એ ખાસિયત હતી કે યુદ્ધનું આહવાન કર્યા પહેલાં આર્યાવર્તનાં તમામ રાજ્યોની ભાળ મેળવી લેવી. આજે આ પ્રસંગને અનુલક્ષીને જે ઘોર યુદ્ધ જગાવવાનો નિર્ણય એમણે કર્યો હતો જેમાં ત્રણ રાજ્યોને કચડી નાખવાનો તેમનો નિરધાર હતો : એક વત્સ, બીજુ મગધ ને ત્રીજુ સિધુંસૌવીરનું વીતભયનગર ! ત્રણ દેશ પર જો અવંતીનો ધ્વજ ન ફરકે તો નામોશીની કાળી ટીલી મહારાજના ભાલેથી કદી ભૂંસાવાની નહોતી; એ વિના ઊજળે મોંએ બહાર નીકળી શકાય તેમ નહોતું રહ્યું. યુદ્ધમાં વિજય જ એક એવી વસ્તુ છે કે જે વિજેતાના ભયંકર કે કલંકિત ભૂતકાળને ભુલાવી શકે છે. 170 D પ્રેમનું મંદિર

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118