Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ મસ્તિષ્ક અને નાડીતંત્રનું બળ શારીરિક દષ્ટિથી પીળો રંગ મસ્તિષ્ક અને નાડી-સંસ્થાનને શક્તિ આપે છે. જે બાળકની બુદ્ધિ અને સ્મૃતિ કમજોર હોય, મગજ કમજોર હોય, તેને જો પીળા રંગના ઓરડામાં રાખવામાં આવે તો તેનામાં પરિવર્તન થવાનું શરૂ થઈ જાય છે. જે વ્યક્તિ દશ મિનિટ સુધી મસ્તિષ્કમાં પીળા રંગનું ધ્યાન કરે છે, તેની બુધ્ધિ શક્તિશાળી બની જાય છે. પદ્મવેશ્યાનું નિયમિત અને વિધિપૂર્વક ધ્યાન કરવાથી વ્યક્તિને અનિર્વચનીય નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેનામાં પ્રજ્ઞાની નિર્મળતા, બુધ્ધિની નિર્મળતા અને જ્ઞાનતંતુઓની નિર્મળતા એટલી તીવ્ર બની જાય છે કે તે હજારો ગ્રંથોનાં અધ્યાપનથી પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ઊંડાણમાં જવાની એવી દષ્ટિ પ્રાપ્ત થાય છે કે સાધક સમસ્યાને તત્કાળ ઉકેલવા સમર્થ બની જાય છે. ચિત્તની પ્રસન્નતા પીળા રંગનો જે મનોવૈજ્ઞાનિક પ્રભાવ છે, તે છે - ચિત્તની પ્રસન્નતા. આજે રંગના વિજ્ઞાનમાં પુષ્કળ શોધો થઈ છે અને થઈ રહી છે. રંગનું મનોવિજ્ઞાન કહે છે પીળો રંગ મનની પ્રસન્નતાનું પ્રતિક છે. તેનાથી મનની દુર્બળતા દૂર થાય છે, આનંદ વધે છે. આગમો કહે છે –પીત -લેશ્યાથી મન પ્રશાંત થાય છે, શાંતિ વધે છે અને આનંદ વધે છે. દર્શનની શક્તિ પીળા રંગથી વિકસિત થાય છે. દર્શનનો અર્થ છે – સાક્ષાત્કાર, અનુભવ. તેનાથી તર્કની શક્તિ વધતી નથી, સાક્ષાત્કારની શક્તિ વધે છે, અનુભવની શક્તિનો વિકાસ થાય છે. - પીળા રંગની ક્ષમતા છે – મનને પ્રસન્ન કરવાની, બુધ્ધિનો વિકાસ કરવાની, દર્શનની શક્તિને વધારવાની, મસ્તિષ્ક અને નાડી-સંસ્થાનને સુદઢ કરવાની, સક્રિય કરવાની. જો આપણે મસ્તિષ્ક અને ચાક્ષુષ-કેન્દ્ર પર પીળા રંગનું બાન કરીએ, તો જ્ઞાનતંતુઓ વિકસિત થાય છે. જીતેનિયતા જયારે આપણે ચમકતા પીળા રંગના પરમાણુઓને આપણી તરફ આકર્ષિત કરીએ છીએ ત્યારે જીતેન્દ્રિય બનવાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે. આપણે જીતેન્દ્રિય બની શકીએ છીએ. પદ્ધ-લશ્યાનો અભ્યાસ કરનાર વ્યક્તિ જીતેન્દ્રિય થઈ જાય છે. કૃષ્ણ અને નીલ લેગ્યામાં રહેનાર વ્યક્તિ અજીતેન્દ્રિય 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68