Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ જયારે તે સ્ લેશ્યા જાગે છે, ત્યારે વિધુતનાં પ્રકંપનો ખૂબ જ વધી જાય છે, તીવ્રતમ થઇ જાય છે. પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કરનારને ઇલેક્ટ્રોડ લગાવવાની જરૂર નથી. જ્યારે તે તેજસ્ લેશ્યાનું ધ્યાન કરે છે, ત્યારે બાળસૂર્યના કિરણો સાકાર થાય છે, વિદ્યુતનાં પ્રકંપનો તીવ્રતમ બને છે, ત્યારે એટલા સુખનો અનુભવ થાય છે કે માણસ તેને છોડવા ઇચ્છતો નથી. ઇન્દ્રિય-વિષયોને ભોગવ્યા પછી મુશ્કેલીઓ પણ પેદા થાય છે. કોઇ વખત શક્તિહીનતાનો અનુભવ થાય છે અને કોઇ વખત સંતાપનો. જુદી જુદી જાતની પ્રતિક્રિયાઓ થાય છે. પરંતુ તેજસ્ શરીરની જે પ્રતિક્રિયાઓ છે, બાયોઇલેકટ્રીસીટી વડે જે પ્રકંપનો પેદા થાય છે, તે માત્ર સુખદ હોય છે. તે પોતાની પાછળ દુ:ખદ પરિણામો છોડી જતા નથી. જે વ્યક્તિએ આ સત્યનો અનુભવ કર્યો નથી, તે તેની ક્લ્પના પણ કરી શકતો નથી, કે પદાર્થોને ભોગવ્યા સિવાય પણ અપૂર્વ સુખનો અનુભવ થઇ શકે છે. માનસિક દુર્બળતા સમાપ્ત વ્યક્તિ અરુણ વર્ણનું ધ્યાન કરે છે અને જયારે તેજો લેશ્યાના સ્પંદનો જાગે છે ત્યારે તેના મનની દુર્બળતા ખતમ થઇ જાય છે, મનની તકલીફો ખતમ થઇ જાય છે. મનુષ્ય મનની તકલીફોથી ઘેરાયેલો છે. તે તેમને જાણે છે. મનને કંઇ પણ પ્રતિકૂળ બને છે, કોઇ અપ્રિય ઘટના બને છે તો મન ભાંગી પડે છે. કોઈ પ્રિય વ્યક્તિ ચાલી જાય છે, મનુષ્ય આત્મહત્યા કરવા તૈયાર થઇ જાય છે. મનુષ્યનું મન એટલું બધું કોમળ અને નાજુક છે કે તે થોડી પણ પ્રતિકૂળ પરિસ્થિતિને સહી શકતો નથી. તે ભાંગી પડવા ઇચ્છે છે. મનની આ દુર્બળતાને લેશ્યા-ધ્યાન દ્વારા દૂર કરી શકાય છે. તે દ્વારા મનને એટલું શક્તિશાળી બનાવી શકાય છે કે કોઇ ઘટના બને, તો પણ મન તેથી ભાંગી પડવાથી બચી જાય છે. ઘટનાને રોકી શકાતી નથી, પણ મનને ટૂટવાથી બચાવી શકાય છે. પદ્મ-લેશ્યાનું ધ્યાન અને તેનું ફળ પદ્મ-લેશ્યાનો રંગ પીળો હોય છે. તે રંગ ખૂબ શકિતશાળી હોય છે. આ ગરમી પેદા કરનાર રંગ છે. લાલ રંગ પણ ગરમી પેદા કરે છે. ઉત્ક્રમણની સઘળી પ્રક્રિયા ગરમી વધારવાની પ્રક્રિયા છે. તેજો-લેશ્યામાં પણ ગરમી વધે છે, પદ્મ-લેશ્યામાં પણ ગરમી વધે છે અને જયારે તે ગરમી પૂર્ણ માત્રામાં વધી જાય છે, ચરમ શિખાએ સ્પર્શ કરે છે અને ગરમીને વધુ વધવાનો કોઇ પણ અવકાશ રહેતો નથી, ત્યારે શુક્લ લેશ્મા દ્વારા ગરમીનું ઉપશમન થઇ શકે છે અને ત્યારે નિર્વાણ ઘટિત થાય છે. Jain Education International 50 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68