________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
[ રૂપ ચાર જ્ઞાનની પર્યાયનીય અપેક્ષા નથી. વાસ્તવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનો ક્રમબદ્ધમાં જે કાળ છે તે કાળે કેવળજ્ઞાનની પર્યાય સહજ જ સ્વતઃ પ્રગટ થાય છે.
અહા! દરેક જડ અને ચેતન વસ્તુમાં પ્રત્યેક સમયે તેના ક્રમબદ્ધ જે જે પરિણામ થાય તેને કોઈ પણ વસ્તુની-નિમિત્તની અપેક્ષા નથી. એની પર્યાયના કાર્યકાળ નિમિત્ત હો ભલે, પણ તેને નિમિત્તની અપેક્ષા નથી; અર્થાત્ નિમિત્તના કારણે તે કાર્ય નિપજ્યું છે એમ નથી. અહા ! આત્મા-જીવ પદાર્થ ક્રમબદ્ધ જે પોતાનું કાર્ય થાય તેને નિપજાવવા તે પુરુષાર્થવાળો છે, શક્તિવાન છે પણ તે પરનું કાંઈ કાર્ય કરવા છેક પંગુ છે, અસમર્થ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે અને આવો નિર્ણય કરવો એનું નામ સમ્યજ્ઞાન છે.
દ્રવ્યમાં ગુણો સહવર્તી છે. અનંતા ગુણો દ્રવ્યમાં એક સાથે રહેલા છે. પર્યાય પણ આયત એટલે લંબાઈરૂપે-પ્રવાહરૂપે એક સાથે છે. એટલે શું? કે દ્રવ્યની પર્યાયો એક પછી એક દોડતી પ્રવાહમાં પ્રગટ થાય છે. પરંતુ દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પ્રગટ થાય છે. દ્રવ્યમાં પર્યાયની આવી પ્રવાહધારા કમનિયમિત ચાલે છે, જેમ જમણા પછી ડાબો ને ડાબા પછી જમણો પગ ચાલે છે તેમ. પંચાધ્યાયીમાં આને ક્રમ-પદ કહેલ છે. ભક્તામરસ્તોત્રમાં પણ આવે છે કે પ્રભુ! આપના ચરણ ક્રમસર એક પછી એક ચાલે છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં દ્રવ્યની જે સમયે જે પર્યાય પ્રગટ થાય તેને એની કાળલબ્ધિ કહી છે. છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે એમ ત્યાં કહ્યું છે. પ્રવચનસારમાં (ગાથા-૧૦૨ માં) તેને જ તે તે પર્યાયની જન્મક્ષણ-ઉત્પત્તિક્ષણ કહી છે. આવી જ વસ્તુસ્થિતિ છે.
ભગવાન સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક એકીસાથે જોયા છે. જડ અને ચેતન-એમ છએ દ્રવ્યની જે જે પર્યાયો થઈ ગઈ, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં જે જે થવાની છે તે બધી પર્યાયોને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. શું કીધું? જે પર્યાયો પ્રગટ થઈ નથી અને હવે પછી થશે તે પર્યાયોને પણ કેવળજ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. જાણે જ છે બસ પણ જ્ઞાન તે તે પર્યાયોનું કર્તા નથી. તે તે પર્યાયોનું કર્તા તો તે તે દ્રવ્ય છે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જાણવું-જાણવું-જાણવું-એ એનું
સ્વરૂપ છે; પણ પરનું કરવું કે તેનું આવું પાછું કરવું-એ એના સ્વરૂપમાં જ નથી. જ્યાં પ્રત્યેક દ્રવ્ય પોતાના કમનિયમિત પરિણામોથી પ્રતિસમય ઉપજે છે ત્યાં આત્મા-જીવ તેનું શું કરે ? કાંઈ ના કરે. (બસ જાણે જ)
અહીં પરદ્રવ્યથી ભિન્ન પોતે (–આત્મા) પોતાના પરિણામનો કર્તા છે, પણ પરનો અકર્તા છે એમ બતાવવું છે. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનો કર્તા દ્રવ્ય નથી એ વાત અહીં નથી લેવી. પંચાસ્તિકાય, ગાથા-૬૨ માં એ વાત કરી છે. ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com