________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ નથી. વાસ્તવમાં એને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા..! અનંત ગુણ, અનંતી પર્યાય, બંધ, મોક્ષ આદિને તે તે કાળમાં જ્ઞાનની પર્યાય તે તે પ્રકારે જાણે એ રીતે જ તે સ્વતઃ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
ત્યારે કોઈ પંડિતો વળી કહે છે–પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી.
અરે પ્રભુ! તું શું કહે છે આ? આ દિગંબરાચાર્ય શું કહે છે એ તો જો અહાહા...! કર્તા તો નહિ, પણ ખરેખર તો એનો જાણનારે નહિ. જાણનારી પર્યાય જાણગનેજાણનારને જાણતી સપણે ઉત્પન્ન થાય છે. એ તો અહીં બંધ-ઉદય આદિને જાણે છે એમ વ્યવહાર સિદ્ધ કર્યો છે. સમજાય છે કાંઈ..? જાણવાની પર્યાય ને બંધ –મોક્ષ આદિ પર્યાય, તથા અનંતા ગુણની અનંતી પર્યાય અક્રમે ઉત્પન્ન થાય છે તેને તે તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે. આવી ઝીણી વાત !
પ્રશ્ન:- આ જાણવું એમાં ગર્ભિત કર્તાપણું આવ્યું કે નહિ?
ઉત્તર:- અહા ! જાણવાનું કરું એમ (પણ) નહિ. એ જાણવાની પર્યાય તે કાળે સહજપણે જ સતરૂપ છે, અને થાય છે. હવે આવું છે ત્યાં મેં આ કર્યું ને તેં કર્યું, મેં છોકરાને પાળ્યા-પોપ્યાં ને મોટા કર્યા, ને મેં વેપાર-ધંધા કર્યા ને હું પૈસા રળ્યો એ વાત ન ક્યાં રહે છે? બાપુ! એ તો બધી મિથ્યા કલ્પના જ છે, બધું ગમે-ગપ છે. સમજાય છે કાંઈ....?
હવે જ્યાં પોતાની નિર્જરા ને મોક્ષની પર્યાયને પણ જાણવાનું કામ કરે છે એમ પણ કથનમાત્ર છે ત્યાં પરને-પર રજકણોને ને સ્કંધને–એ પલટાવે બદલાવે એ વાત જ
ક્યાં રહે છે! આત્મા રોટલી કરે ને લાડવો વાળ ને વેપાર કરે- એ બધું બાપુ! ગપે-ગપ જ છે. એ તો તે તે સમયે તે તે (રોટલી વગેરે પર્યાય ) સત છે તો એ પ્રકારે પરિણમન થાય છે. તેમાં તારા હેતુની ક્યાં જરૂર-અપેક્ષા છે? અને તે તે કાળે જ્ઞાન તેને એમ જ જાણે છે એમાં એની ક્યાં અપેક્ષા છે ? જૈનતત્ત્વ ખૂબ ગંભીર છે ભાઈ ! અહીં તો સિદ્ધ કરવું છે કે – ભગવાન! તું જ્ઞાન છો તો તું એને (બંધ-મોક્ષ આદિને) જાણે બસ એટલું રાખ, પણ એને કરે ને વેદે એ ભગવાન! તારું સ્વરૂપ જ નથી. હવે આવો મારગ !
ત્યાં વળી કોઈ કહે- એકેન્દ્રિય આદિની રક્ષા કરો, હિંસા ન કરો એ જૈનનો મારગ છે.
સમાધાન - બાપુ! એ બધાં વ્યવહારનાં વચન ભાઈ ! બાકી શું તું અન્ય જીવની રક્ષા કરી શકે છે? કદીય નહિ હોં. એ તો તે તે કાળે હિંસા થવાની નથી જ, રક્ષા થવાની છે તેને જ્ઞાન જાણે છે, તે પણ પર જીવની રક્ષા એની અપેક્ષા રાખીને જ્ઞાન થાય છે એ નથી. અહા ! આવું અલૌકિક સતનું સ્વરૂપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com