Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 517
________________ ૪૮૨ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પુલાક, આહારક, લબ્ધિ. આ દસ લધિ ભવ્ય સ્ત્રીઓને હેતી નથી. બાકીની અઢાર લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને હોય છે. એમ ઉપલક્ષણથી જણાય છે. જેમ મલ્લિનાથ સ્વામિને આપણામાં જે તીર્થંકરપણું હતું, તે આશ્ચર્યરૂપ હોવાથી ન ગણાય. આગળ કહેલ દશ લબ્ધિ ઓ તથા કેવલિ, ઋજુમતિ, વિપુલમતિરૂપ ત્રણ લબ્ધિ ઉમેરતા તેર લબ્ધિઓ અભવ્ય પુરુષને ક્યારે પણ હોતી નથી. બાકીની પંદર લબ્ધિઓ અભવ્ય પુરુષોને હોય છે. . અભવ્ય સ્ત્રીઓને પણ ઉપરોક્ત તેર તેમજ ચૌદમી મધુક્ષીરાશ્રવલબ્ધિ પણ હતી નથી. બાકીની આ ચૌદ સિવાયની લબ્ધિઓ હોય છે. (૧૫૦૬-૧૫૦૭–૧૫૦૮). ૨૭૧. ત૫ ઈન્દ્રિયજ્ય पुरिमड्ढेकासणनिविगइय आय विलोववासेहिं । एगलया इय पंचहिं होइ तवो इंदियजउत्ति ॥१५०९।। પુરિમટ્ય, એકાસણું, નિવિ, આયંબિલ અને ઉપવાસવડે એકલતા –એવી પાંચ લત્તા એટલે પાંચ હારવડે ઈન્દ્રિયજય તપ થાય છે. દુષ્કર્મોને જે તપાવે એટલે બાળે તે તપ કહેવાય, તે તપ વિવિધ પ્રકારના કારણે અને નિમિત્તાથી અનેક પ્રકારે છે. તેમાં જિનધર્મનું મૂળ ઈન્દ્રિયજય હેવાથી પ્રથમ ઈન્દ્રિયજય નામને તપ કહે છે. તેમાં પ્રથમ દિવસે પૂર્વાર્ધ એટલે પુરિમઢ, બીજા દિવસે એકાસણુ, ત્રીજા દિવસે નિવિ, ચેથા દિવસે આયંબિલ, પાંચમા દિવસે ઉપવાસ-એ પ્રમાણે પાંચ દિવસે એકલતા એટલે હાર-શ્રેણી થાય છે. એક એક ઈન્દ્રિયને આશ્રયી આવા પ્રકારની એક એકલતા કરવી તેથી પાંચ લતાવડે પચીસ દિવસે ઇન્દ્રિયજય નામને તપ વિશેષ થાય છે. | સ્પર્શેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયને જય એટલે દમન જેના વડે થાય, તે ઈન્દ્રિયજય તપ કહેવાય છે. અથવા ઈદ્રિયને જય કરવામાં કારણરૂપ હેવાથી ઈન્દ્રિયજય કહેવાય છે. જો કે બધાયે તપ ઈનિદ્રયજય કરવામાં સમર્થ હોવા છતાં પણ ઈન્દ્રિયજયનું આલંબન (ઉદ્દેશ કરીને) લઈને આ જ તપ કરતો હોવાથી ઈન્દ્રિયજયના કારણરૂપે આ તપને પૂર્વાચાર્યોએ કહ્યો છે. એ પ્રમાણે આગળના તપમાં પણ કારણે સમજી લેવા. (૧૫૦૯) યોગશુદ્ધિતપ निविगइयमायाम उववासो इय लयाहिं तिहिं भणिओ । नामेण जोगसुद्धी नवदिणमाणो तवो एसो ॥१५१०॥ નિવિ, આયંબિલ, ઉપવાસ, આ એકલતા થઈ એક એક વેગને આશ્રયી એક-એક

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556