Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 532
________________ ૨૭૧. આયતિજનક-સૌભાગ્ય કલ્પવૃક્ષ-તીર્થકરમાતા ત૫. ૪૯૭ શક્રેન્દ્ર-ચક્રવર્તિ વગેરે ને ચગ્ય ઉત્કૃષ્ટ (ઉંચા) પ્રકારના હાર, બાજુબંધ, કુંડલ વગેરે આભૂષણે જેનાથી પ્રાપ્ત થાય, તે પરમભૂષણ. આ તપમાં બત્રીસ (૩૨) આયંબિલ શક્તિ હોય તે નિરંતર અને શક્તિ ન હોય તે એકાંતરા કરે. આ તપ પૂરે થાય એટલે ભગવાનને મુગટ, તિલક વગેરે આભૂષણ ચડાવે અને સાધુને દાન વગેરે આપે. (૧૫૪૬) આયતિજનક તપ, आयइजणगोऽवेवं नवरं सव्वासु धम्मकिरियासुं । अणिगृहियवलविरियप्पवित्तिजुत्तेहिं सो कजो ॥१५४७॥ આયતિ એટલે આગામિકાળ યાને ભવિષ્યકાળમાં જે તપ ઈછિત ફળ પ્રાપ્ત કરાવે, તે આયતિજનક તપ કહેવાય છે. આ તપ પણ પરમભૂષણતપની જેમ બત્રીસ આયંબિલ પૂર્વક કરે. પરંતુ વંદન, પ્રતિકમણ, સ્વાધ્યાય, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ વગેરે બધાયે ધર્મકાર્યો બળ-વીર્ય છુપાવ્યા વગર ઉત્સાહપૂર્વક કરે, તે આયતિજનકતપ કહેવાય. (૧૫૪૭). સૌભાગ્યકલ્પવૃક્ષ તપ. एगतरोववासा सव्वरसं पारणं च चेत्तमि । सोहग्गकप्परुक्खो होइ तहा दिजए दाणं ॥१५४८॥ तवचरणसमत्तीए कप्पतरु जिणपुरो ससत्तीए । ---- कायबो नाणाविहफलविलसिरसाहियासहिओ ॥१५४९॥ જે તપ કલ્પવૃક્ષની જેમ સૌભાગ્યરૂપી ફળનું દાન કરે છે, તે સૌભાગ્યકલ્પવૃક્ષ કહેવાય. આ સૌભાગ્યકલ્પવૃક્ષ રૂપી તપ આખા ચૈત્ર મહિનામાં એકાંતરા ઉપવાસ કરવા પૂર્વક કરે. પારણુ સર્વરસમય એટલે વિગઈવાળુ કરે. તથા આ તપ દરમ્યાન યથાશક્તિ સાધુ વગેરેને દાન આપે. આ તપની સમાપ્તિમાં શક્તિ અનુસાર ભગવાનની આગળ પૂજા વગેરે કરવા પૂર્વક વિશાળ થાળમાં મહારજતમય અથવા સાદા ખાને વિવિધ પ્રકારના ફળના સમૂહથી શોભતે અસંખ્યડાળવાળે કલ્પવૃક્ષ આલેખે. (૧૫૪૮–૧૫૪૯): તીર્થકરમાતા ત૫. तित्थयरजणणिपूयापुत्वं एकासणाई सत्तेव । तित्थयरजणणिनामगतवंमि कीरति भद्दवए ॥१५५०॥ તીર્થકરની માતાની પૂજા કરવા પૂર્વક સાત એકાસણા, તીર્થકરમાતા તપમાં

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556